Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૪
દ્વિતીય કર્મગ્રંથ ઓધે ૧૨૨ પ્રકૃત્તિઓ હોય છે. સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય આ બે પ્રકૃતિઓ બંધમાં નથી અને ઉદયમાં છે કારણ કે મિથ્યાત્વ મોહનીય જ બંધાય છે. તેને જ હીન-હીનતર રસવાળી કરવાથી મિશ્રમોહનીય ને સમ્યત્વમોહનીય કહેવાય છે. માટે બંધકાળે એક મિથ્યાત્વ જ છે અને ઉદયકાળે યથાસંભવ તે તે ગુણસ્થાનકે ત્રણમાંની કોઇ એક હોઇ શકે છે. તેથી બંધમાં ૧૨૦ અને ઉદય-ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ છે.
ઘ' એટલે સામાન્યથી કોઇ પણ વિવક્ષિત એક ગુણસ્થાનકની અપેક્ષા વિચાર્યા વિના સર્વ ગુણસ્થાનકોને સાથે લઇને વિચારીએ તે થે કહેવાય છે. ઓઘથી ઉદય-ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ છે.
પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭ કર્મપ્રકૃતિઓનો ઉદય છે. પૂર્વોક્ત ૧૨૨માંથી પાંચ પ્રકૃતિઓનો ઉદય પહેલે ગુણઠાણે હોતો નથી. કારણકે મિશ્રમોહનીયનો ઉદય મિશ્રગુણઠાણે જ હોય છે. સમ્યકત્વ મોહનીયનો ઉદય સમ્યષ્ટિ ગુણઠાણાઓમાં જ હોય છે. - આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વના જ્ઞાનવાળા સાધુ ભગવંતોને હોઈ શકે છે. અને તીર્થકર નામકર્મનો ઉદય કેવલજ્ઞાની ભગવન્તોને જ (૧૩મે ૧૪મે ગુણઠાણે જ) હોય છે. તેથી આ પાંચ પ્રકૃતિઓનો ઉદય પહેલા ગુણઠાણે નથી. આ પાંચમાં બે પ્રકૃતિ મોહનીયની છે અને શેષ ૩ - નામકર્મની છે. માટે તેમાંથી તેટલી ઓછી ઓછી ઉદયમાં હોય છે એમ જાણવું. || ૧૩ ||
ગુણસ્થાનક જ્ઞા. | દર્શાવેદમોહ. આયુ.નામ.ગોત્ર. અંત. કુલ ઓથે | ૫ | ૯ | ૨ | ૨૮ | ૪ | ૬૭ | ર | ૫ | ૧૨ ૨ પહેલે
[ ૧ ૧ ૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org