Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કર્મસ્તવ
૮૭
અત્યારસુધી દરેક ગુણસ્થાનક સમાપ્ત કરી ઉપરના ગુણસ્થાનકમાં જીવ ચડે ત્યારે જ અમુક-અમુક પ્રકૃતિઓનો બંધવિચ્છેદ સમજાવ્યો છે. પરંતુ આ આઠમા ગુણસ્થાનકમાં તો વચ્ચે-વચ્ચે કેટલીક કેટલીક પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થઇ જાય છે તેથી આઠમા ગુણઠાણામાં વચ્ચે વચ્ચે ક્યાં ક્યાં કઇ કઇ પ્રકૃતિઓ બંધમાંથી વિચ્છેદ થાય છે. તે સમજાવવા માટે ફક્ત બંધને જ આશ્રયી આઠમા ગુણસ્થાનકના ૭ ભાગ પાડવામાં આવ્યા છે.
ત્યાં પ્રથમભાગે ૫૮ બંધાય છે. તે પ્રથમભાગે નિદ્રા અને પ્રચલા એમ બે પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થાય છે. તેથી બીજાભાગે પ૬ પ્રકૃતિ બંધાય છે. નિદ્રાદ્વિકના બંધને યોગ્ય અધ્યવસાય સ્થાનોનો સંભવ માત્ર આઠમા ગુણસ્થાનકના પ્રથમભાગ સુધી જ હોય છે. આગળ હોતો નથી, તેથી બીજા ભાગ આદિમાં તે નિદ્રાદ્રિક બંધાતું નથી. બીજા-ત્રીજા-ચોથા-પાંચમા અને છઠ્ઠા ભાગે પણ પદ જ બંધાય છે.
છઠ્ઠાભાગના અન્તિમ સમયે દેવદ્રિક (દેવગતિ-દેવાનુપૂર્વ), પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ, ત્રસ દશકાની નવ, ઔદારિક શરીર વિના શેષ ૪ શરીર અને ૨ અંગોપાંગ, સમયચતુરસસંસ્થાન, નિર્માણ નામકર્મ, તીર્થંકરનામકર્મ, વર્ણચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક, એમ કુલ ૩૦ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે. એટલે આઠમા ગુણસ્થાનકના ચરમભાગમાં (સાતમા ભાગમાં) ફક્ત ૨૬ પ્રકૃતિઓનો જ બંધ થાય છે. સાતમા ભાગે ત્રીસપ્રકૃતિઓનો બંધ ન થવાનું કારણ તેના બંધને યોગ્ય અધ્યવસાયોનો અભાવ, એ જ કારણ જાણવું. ત્યારબાદ સાતમા ભાગના અંતે (એટલે કે આઠમા ગુણસ્થાનકના અંતે) હાસ્ય, રતિ, જુગુપ્સા અને ભય એમ ચાર પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થાય છે. (એટલે નવમા ગુણસ્થાનકે ૨૨ પ્રકૃતિઓ જ બંધાય છે જે આગળ ગાથામાં સમજાવાય છે).
પ્રશ્ન- આઠમા ગુણસ્થાનકના પ્રથમભાગે ૫૮, બીજાથી છઠ્ઠા ભાગે ૫૬, અને અન્તિમ સાતમા ભાગે ૨૬ એમ ત્રણ પ્રકારનો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org