Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કર્મસ્તવ
૯૧
વિવેચન- ચક્ષુદર્શન-અચક્ષુદર્શન, અવધિદર્શન, અને કૈવલદર્શન, એમ ચાર દર્શનનાં આવરણીય કર્મો ચાર. ઉચ્ચગોત્ર, યશનામકર્મ, જ્ઞાનાવરણીય કર્મ પાંચ, અને અંતરાયકર્મ પાંચ એમ મળીને કુલ ૧૬ કર્મ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ દશમા ગુણસ્થાનકના ચરમસમયે થાય છે. તેથી અગિયારમે -બારમે અને તેરમે ગુણસ્થાનકે ફક્ત ૧ સાતાવેદનીય કર્મનો જ બંધ થાય છે. આ ત્રણે ગુણસ્થાનકે કષાય નથી, માટે કષાય પ્રત્યયિક પ્રકૃતિઓનો બંધ હોતો નથી. પરંતુ ક્ત એક યોગ જ બંધહેતુ છે. તેથી યોનિમિત્તક સાતાવેદનીયનો જ બંધ ચાલુ રહે છે. તેરમા ગુણસ્થાનકના અંતે યોગનો નિરોધ થતાં યોગ નિમિત્તે બંધાનારી સાતાવેદનીયનો બંધ પણ અટકી જાય છે. તેથી ચૌદમા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિનો બંધ હોતો નથી માટે “સર્વસંવરભાવ” અથવા ‘“અનાશ્રવભાવ” કહેવાય છે.
તેરમા ગુણસ્થાનકના અંતે થયેલો આ બંધવિચ્છેદ અનંતકાળ રહેવાવાળો છે. કદાપિ આ બંધવચ્છેદ પાછો જવાનો નથી. એટલે પુનઃ કર્મબંધ શરૂ થવાનો નથી. ઉપશાન્તમોહાદિ ત્રણ ગુણસ્થાનકોમાં જે સાતાવેદનીયનો બંધ છે તે એકથી દશગુણસ્થાનકના બંધ કરતાં વિલક્ષણ છે. કારણકે ત્યાં કષાય હતો, જેથી સ્થિતિ-રસ બંધાતા હતાં અને અહીં માત્ર યોગ જ બંધહેતુ છે એટલે સાતાવેદનીયમાં સ્થિતિ-રસ બંધાતાં નથી. પ્રથમસમયે સાતાવેદનીય બંધાય છે. બીજા સમયે સાતાવેદનીય ઉદયથી ભોગવાય છે અને ત્રીજા સમયે નિર્જરી જાય છે.
જે જે ગુણસ્થાનકે જે જે બંધહેતુ હોય છે તે તે ગુણસ્થાનકે તે તે બંધહેતુનિમિત્તક પ્રકૃતિ બંધ ચાલુ હોય છે. તે પછીના ગુણસ્થાનકોમાં બંધહેતુ અટકી જવાથી બંધ અટકી જાય છે. જેમકે નરકત્રિકાદિ ૧૬ પ્રકૃતિઓનો બંધ મિથ્યાત્વપ્રત્યયિક છે માટે મિથ્યાત્વે ૧૬ બંધાય છે અને સાસ્વાદનાદિમાં ૧૬ બંધાતી નથી, એમ સર્વત્ર જાણવું | ૧૨ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org