Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કર્મસ્તવ
હવે આ ચૌદે ગુણસ્થાનકોમાં આઠે કર્મની ઉત્તરપ્રકૃતિઓના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા સમજાવવાનાં છે. તેમાં સૌ પ્રથમ બંધનું લક્ષણ સમજાવીને ચૌદે ગુણસ્થાનકોમાં બંધ સમજાવે છે.
अभिनवकम्मरगहणं, बंधो ओहेण तत्थ वीससयं । तित्थयराहारगदुगवज्जं, मिच्छंमि सतरसयं ॥ 3 ॥
(અભિનવ-ર્મબ્રહાં, બન્ધ ગોત્રન તંત્ર વિંશતિશતમ્ । तीर्थंकराहारक-द्विक-वर्जं मिथ्यात्वे सप्तदशशतम् )
શબ્દાર્થ= અભિનવ= નવા નવા, મ્માદળું= કર્મોનું ગ્રહણ તે, વંધો= બંધ કહેવાય છે. હે= ઓથે-સામાન્યથી, તત્ત્વ= ત્યાં, વીસયં= એકસોવીસ પ્રકૃતિઓ છે, તિર્થંયરાહાર દુવિÍ= તીર્થંકર નામ કર્મ અને આહારક દ્વિક વિના બાકીની, મિ ંમિ= મિથ્યાત્વ ગુણઠાણે, સતરસયં= એકસો સત્તર કર્મ પ્રકૃતિઓ બંધાય છે.
૭૩
ગાથાર્થ- નવા નવા કર્મનું જે ગ્રહણ કરવું તે બંધ કહેવાય છે. ત્યાં ઓધે એકસો વીશ પ્રકૃતિઓ બંધાય છે. અને તીર્થંકર નામકર્મ તથા આહારક દ્વિક વર્જીને બાકીની ૧૧૭ પ્રકૃતિઓ મિથ્યાત્વે બંધાય 9. 113 11
વિવેચન- શરીરવર્તી આ આત્મા જે ક્ષેત્રમાં વર્તે છે તે જ ક્ષેત્રમાં રહેલી કર્મ બનવાને યોગ્ય કાર્યણવર્ગણાને મિથ્યાત્વાદિ બંધહેતુઓ દ્વારા ગ્રહણ કરી કર્મરૂપે પરિણમાવે તેને બંધ કહેવાય છે. કાર્યણવર્ગણાનું કર્મ સ્વરૂપે રૂપાન્તર થવામાં મિથ્યાત્વાદિ બંધહેતુઓ નિમિત્ત બને છે અને આ આત્મા કર્તા બને છે. પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી મિથ્યાત્વ-અવિરતિ-કપાય આદિના પરિણામ જીવમાં ઉત્પન્ન
થાય છે. આ વૈભાવિક પરિણામને ભાવકર્મ કહેવાય છે અને પૂર્વબદ્ધ તથા વર્તમાનકાળે બંધાતા કર્મ પુદ્ગલોને દ્રવ્યકર્મ કહેવાય છે. એટલે પૂર્વબદ્ધ કર્મ પરમાણુ (દ્રવ્યકર્મ) થી આત્માના પરિણામ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org