Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
| દ્વિતીય કર્મગ્રંથ કંચન જેવો આ આત્મા જે સમયે નિર્વાણ પામે તે જ સમયે (સમયાન્તરને સ્પર્યા વિના), તથા જેટલા આકાશ પ્રદેશોમાં પોતાની અવગાહના છે તેટલા જ આકાશપ્રદેશોને સ્પર્શી (અધિક એક પણ પ્રદેશાન્તરને નહીં સ્પર્શતા) આ જીવ સમશ્રેણીથી મોક્ષે જાય છે. લોકાન્તથી ઉપર ધર્માસ્તિકાયાદિની સહાય ન હોવાથી અલોકમાં આ જીવ જતો નથી. લોકાન્ત જઇને અટકે છે. ત્યાં શાશ્વત-અનંતકાળસ્વગુણરમણતામાં જ નિર્ગમન કરે છે.
પ્રશ્ન- મોક્ષે જતાં શરીર-કે કર્મ આ જીવને નથી. તો સાત Sાજ જેટલી ઊર્ધ્વગતિ આ જીવ કેવી રીતે કરે ?
ઉત્તર- અશરીરી પણ આ આ જીવ ચાર કારણોસર ગતિ કરે છે. (૧) પૂર્વપ્રયોગ= હીંડોળો જેમ પૂર્વ પ્રયોગથી ચાલે છે તેમ જીવ - વાળમાં ઘણું જ ચાલેલો છે તેના સંસ્કારથી એક સમય ગતિ કરે છે. (૨) બધચ્છદ=જે જે બન્ધનો હોય છે તેનો વિચ્છેદ જ્યારે થાય છે ત્યારે અંદરની વસ્તુ ઉછળે છે જેમ પાંજરું ખોલતાં વાઘ-સિંહ
- બીને દોડે છે તેમ શરીર અને કર્મનું બંધન તુટતાં જ જીવ ઊર્ધ્વગતિપણે ઉછળે છે. અહીં એરંડાનું દૃષ્ટાન્ત પણ જાણવું.
- ) અસંગત- પરદ્રવ્યનો સંગ દૂર થતાં વસ્તુ ઉપર આવે છે. જેમ ક તુંબડાને લાગેલ માટીનો લેપ પાણીમાં ઓગળી જતાં ઘડો ઉપર આવે છે. તેમ જીવને લાગેલ કર્મનો લેપ દૂર જતાં જીવ ઉપર જાય
(૪) તથા ઊર્ધ્વગતિ સ્વભાવ- જેમ પુદગલ એકલું હોય તો અધોગતિ સ્વભાવવાળું છે, તેમ જીવ પણ કમરહિત એકલે હોય ત્યારે ઊર્ધ્વગતિ કરવાનો તેનો સહજ સ્વભાવ છે.
આ પ્રમાણે મોક્ષગત આત્માઓ સહજ સ્વરૂપવાળા અનંતજ્ઞાનાદિ ગુણોના સુખમાં પરમ આનંદ અનુભવે છે. || ર II
ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ સમાપ્ત થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org