Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૧
કમસ્તવ
૮૧ હવે ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય તે જણાવે છે.
सम्मे सगसयरि जिणाउबंधि, वइरनरतिगबियकसाया । उरलदुगंतो देसे, सत्तट्ठी तियकसायंतो ॥ ६॥ (सम्यक्त्वे सप्तसप्तति र्जिनायुर्बन्धे, वज्रनरत्रिक-द्वितीयकषायाः ।
औदारिकद्विकान्तो देशे सप्तषष्टिस्तृतीयकषायान्तः ।)
શબ્દાર્થ= = અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, સીરિક સીતેર બંધાય છે. વળી વંધ= જિનનામકર્મ અને બે આયુષ્યનો બંધ થવાથી. વૈ= વજ ઋષભનારાચસંઘયણ, નરતિ = મનુષ્યત્રિક, વિયસીયા= બીજો કપાય તથા ૩૨rત= દારિક દ્રિક એમ ૧૦ નો અંત થાય છે. સે= દેશવિરતિ ગુણઠાણે, સત્ત= સડસઠ બંધાય છે. તિયવસાચંતો = ત્રીજા કષાયનો અંત.
ગાથાર્થ- જિનનામકર્મ અને બે આયુષ્યનો બંધ થવાથી ચોથા સમ્યક્ત ગુણઠાણે ૭૭ કર્મ પ્રકૃતિઓ બંધાય છે. વઋષભ, મનુષ્ય ત્રિક, બીજો કષાય, અને ઔદારિક દ્વિક એમ ૧૦ ને અંત થવાથી દેશવિરતિ ગુણઠાણે ૬૭ બંધાય છે. ત્યાં ત્રીજાકષાયનો અંત થવાથી. I ૬ I
વિવેચન- ત્રીજે મિશ્રગુણસ્થાનકે જે ૭૪ બંધાય છે તેમાં જિનનામ કર્મ અને દેવ-મનુષ્પાયુષ્ય ઉમેરવાથી ચોથા ગુણસ્થાનકે ૭૭ બંધાય છે. જે પ્રશસ્તકષાયથી જિનનામ બંધાય છે. તે પ્રશસ્તકષાય સમ્યકત્વ હોતે છતે જ હોય છે. ચોથે ગુણઠાણે સમ્યકત્વ છે. માટે જિનનામ બંધાય છે. સમ્યગ્દષ્ટિ તિર્યચ-મનુષ્યો નિયમાં દેવાયુષ્ય બાંધે છે અને સમ્યગ્દષ્ટિ દેવ-નારકી નિયમાં મનુષ્યાયુષ્ય બાંધે છે. માટે બે આયુષ્યનો પણ બંધ વધે છે એમ ૭૪+૩ કુલ ૭૭ પ્રકૃતિઓ ચોથે બંધાય છે. આ ત્રણમાં ૧ નામકર્મની છે અને ૨ આયુષ્યકર્મની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org