Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કમસ્તવ
ઉત્તર- કેવલજ્ઞાનીપ્રભુને મનયોગનો ઉપયોગ કોઇને મનથી જ ઉત્તર આપવામાં કરવો પડે છે. જયારે અન્ય ત્રામાં રહેલા મન:પર્યવજ્ઞાની મુનિ અથવા રૈવેયક-અનુત્તરવાસી દેવ ભગવાનને શબ્દ દ્વારા (વચનથી) પ્રશ્ન ન પૂછતાં મનથી જ પ્રશ્ન પૂછે છે, ત્યારે કેવલી ભગવંત તેઓને ઉત્તર પણ મનથી જ આપે છે. તેના પ્રશ્નના ઉત્તરને અનુરૂપ મનો વર્ગણાને મન રૂપે ગોઠવે છે. જેને મન:પર્યવજ્ઞાની મુનિ અથવા રૈવેયક કે અનુત્તરવાસી દેવ દેખે છે. તે દેખીને મનોવર્ગણાની તે રચનાના આધારે પોતાના પ્રશ્નનો ઉત્તર અનુમાનથી જાણી લે છે. આ રીતે મનથી પુછાતા પ્રશ્નોના ઉત્તરો આપવામાં કેવલી પ્રભુને મનોયોગ હોય છે. દેશનાદિ વખતે વચનયોગ હોય છે અને આહારનિહાર-વિહાર તથા મેષોન્મેષાદિમાં કાયયોગ હોય છે. - આ ત્રણેયોગો સાથે વર્તતા એવા જે કેવલીભગવાન, તેઓનું જે ગુણ સ્થાનક તે સયોગિકેવલીગુણસ્થાનક. આ ગુણસ્થાનક મનુષ્યોને જ આવે છે સંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડવર્ષ હોય છે. તેમાં પણ નવ વર્ષની ઉંમર પછી જ કેવલજ્ઞાન થાય છે તેથી આ ગુણસ્થાનક- ને ઉત્કૃષ્ટકાળ દેશોનપૂર્વક્રોડ વર્ષ અને જઘન્યકાળ અંતર્મુહૂર્ત હોય છે.
ક્ષપકશ્રેણી ચડતો આત્મા ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનકો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે પસાર કરીને ઝડપી ચડીને અહીં સ્થિર થાય છે. મનુષ્યભવનું શેષ સંપૂર્ણ આયુષ્ય અહીં જ દેશનાદિ દ્વારા પરોપકાર કરતાં-કરતાં લગભગ પૂર્ણ થવા આવે ત્યાં સુધી રહે છે. જ્યારે તેમાં ગુણસ્થાનકને માત્ર અંતર્મુહૂર્ત જ કાળ બાકી રહે ત્યારે આ કેવલીભગવન્તો “આયોજિકાકરણ” કરે છે. તેનું જ બીજું નામ આવશ્યકકરણ અને આવર્જિતકરણ પણ છે. દરેક કેવલીભગવંતો અવશ્ય કરે જ છે. માટે તેનું બીજું નામ આવશ્યકકરણ છે. આ રીતે આત્માના સ્વરૂપ તરફ સવિશેષ આવર્જિત (સન્મુખ) કરાયો છે તેથી તેને આવર્જિતકરણ પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org