Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૬
| દ્વિતીય કર્મગ્રંથ જુદા પાડવા છદ્મસ્થ શબ્દ જોડલ છે અર્થાત્ મોહનીયકર્મ ક્ષીણ થવા છતાં જે આત્માના જ્ઞાનાવરણીયાદિ કર્મો હજુ પૂર્ણપણે ક્ષીણ થયાં નથી તેવા આત્માનું જે ગુણસ્થાનક તે ક્ષણમોહવીતરાગ છબસ્થ ગુણસ્થાનક, એકલું વીતરાગ છદ્મસ્થ જો લખે તો અગિયારમા ગુણસ્થાનકવાળા પણ મોહના ઉદય રહિત હોવાથી વીતરાગ છે અને જ્ઞાનાવરણીયાદિના ઉદય સહિત હોવાથી છદ્મસ્થ છે. માટે ૧૧-૧૩-૧૪ ગુણસ્થાનકોથી છુટું પાડવા માટે ઉપરોક્ત શબ્દો બારમા ગુણસ્થાનકમાં જોડેલા છે.
આ ગુણસ્થાનક ક્ષપકશ્રેણીમાં જ આવે છે. માટે ૮-૯-૧૦મા ગુણસ્થાનકે મોહનીયકર્મની સર્વપ્રકૃતિઓનો સર્વનાશ કરી આ જીવ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે આવે છે. અહીં મૃત્યુનો યોગ સંભવતો જ નથી, તેથી અજઘન્ય-ઉત્કૃષ્ટકાળ અંતર્મુહૂર્ત જ છે. ક્ષપકશ્રેણી તથા તે સંબંધી ગુણસ્થાનકો ભવમાં એક જ વાર આવે છે માટે આ બારમું તથા તે પછીનાં તેરમું -ચૌદમું ગુણસ્થાનક પણ એક ભવમાં કે સંસારચક્રમાં એક જ વાર મળે છે. આયુષ્ય વિનાના સાતકર્મોમાં મોહનીયકર્મ એ રાજા તુલ્ય છે. તે કર્મ સર્વથા નષ્ટ થયેલું હોવાથી અને અહીં આવેલ જીવ અતિશય વિશુદ્ધ હોવાથી જ્ઞાનાવરણીયાદિ શેષ ત્રણઘાતી કર્મોને તોડવાને સવિશેષ પ્રયત્ન કરે છે. તે ત્રણકર્મ સંબંધી સ્થિતિઘાતાદિ વધારે જોરમાં થાય છે. બારમા ગુણસ્થાનકનો છેડો આવતાં આવતાં તે જ્ઞાનાવરણીયાદિ ત્રણે કર્મોનો પણ અંત જ થાય છે. ત્યારબાદ આ જીવ તેરમા ગુણઠાણે જાય છે. (૧૩) સયોગિકેવલી ગુણસ્થાનક
ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરી કેવલજ્ઞાન-કેવલદર્શન-અનંતચારિત્ર અને અનંતવીર્ય છે આત્માઓએ પ્રગટ કર્યું છે તેવા આત્માનું જે ગુણસ્થાનક તે સયોગિકેવલી ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે આવેલા આત્માઓને મયોગ, વચનયોગ, અને કાયયોગ હોય છે તેથી સયોગી કહેવાય છે. . પ્રશ્ન- કેવલજ્ઞાની ભગવંતોને મનયોગ-વચનયોગ-અને કાયયોગ ક્યારે ક્યારે સંભવી શકે છે ? કેવી રીતે હોય છે ?
'
અ
*
***
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org