Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૪
દ્વિતીય કર્મગ્રંથ પ્રાપ્તિ પણ ભવચક્રમાં ૯ વાર એક ભવમાં કર્મગ્રંથના મતે ૪૩ વાર અને સિદ્ધાન્તના મતે ૪૧ વાર જાણવી. (૧૧) ઉપશાન્ત મોહ વીતરાગ છઘ0 ગુણસ્થાનક
અગિયારમા ગુણસ્થાનકે માત્ર ઉપશમ શ્રેણીવાળા જ જીવો આવે છે. ક્ષપકશ્રેણીવાળા આવતા નથી. તેઓ મોહના ક્ષયવાળા હોવાના કારણે દશમા ગુણસ્થાનકથી સીધા બારમાં ગુણસ્થાનકે જાય છે. મોહનીયકર્મની ૭+૨૦+૧=૨૮ એમ સર્વ પ્રકૃતિઓ ઉપશમાવીને પછી જ અગિયારમા ગુણસ્થાનકે આવે છે માટે અગિયારમા ગુણસ્થાનકનું નામ ઉપશાન્તમોહ કહ્યું છે. મોહનીયકર્મની એક પણ પ્રકૃતિ ઉદયમાં ન હોવાથી વીતરાગ જ હોય છે માટે વીતરાગ શબ્દ જોડેલો છે. વીતરાગ કહેવાથી કોઈ કેવલજ્ઞાની વીતરાગ ન સમજી લે, એટલે છબસ્થ શબ્દ જોડેલો છે. બારમા ગુણસ્થાનકવાળા જીવો પ્રણવીતરાગ છદ્મસ્થ છે. તેનાથી છુટા પાડવા ઉપશાન્તમોહ શબ્દ જોડલ છે. આ ગુણઠાણે મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિઓની સત્તા હોઈ શકે છે, અનંતાનુબંધિની વિસંયોજના કરનારને ૨૪ની હોઈ શકે છે તથા ક્ષાયિક સમ્યકત્વની અપેક્ષાએ ૨૧ની સત્તા પણ સંભવી શકે છે, પરંતુ મોહનીયની એક પણ પ્રકૃતિનો ઉદય નથી. જેથી રાગદ્વેષ પ્રવર્તતા નથી માટે વીતરાગ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ શેષ ત્રણ ઘાતકર્મોનો હજુ ઉદય હોવાથી છદ્મસ્થ છે. મોહ દબાવેલ હોવાથી ઉપશાન્તમોહ છે.
આ ગુણસ્થાનકે આવેલ જીવ દબાવેલ મોહ ઉદયમાં આવવાના કારણે નિયમો પડે જ છે. તેનું પતન બે પ્રકારે હોય છે. (૧) ભવક્ષયથી અને, (૨) કાળક્ષયથી, જે આત્માઓ અગિયારમા ગુણસ્થાનકે આવ્યા છતાં આ ભવનું મનુષ્યાયુષ્ય પૂર્ણ થવાથી (ભવનો ક્ષય થવાથી) મૃત્યુ પામીને પડે છે, તે ભવક્ષય કહેવાય છે. આ રીતે મૃત્યુ પામનાર આત્માઓ અગિયારમા ગુણસ્થાનકથી સીધા ચોથે ગુણસ્થાનકે જાય છે. ૧. કમ્મપયડી'ના મતે અનંતાનુબંધિનો વિસંયોજક અથવા ક્ષાયિક સમ્યકત્વી જ ઉપશમશ્રેણિ પ્રારંભે છે. માટે ૨૪-૨૧ એમ બે જ સત્તાસ્થાનક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org