Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કર્મસ્તવ
શ્રેણીમાં ચડનારા આત્માઓ માત્ર ઉપશમસમ્યકત્વી અને ક્ષાયિકસમ્યકત્વી જ હોય છે, ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા હોતા નથી. કારણકે “સમ્યકત્વ મોહનીય” નો ઉદય હોતે છતે શ્રેણીમાં ચડી શકાતું નથી, માટે અનંતાનુબંધી ૪ અને દર્શનત્રિક એમ સાતનો સર્વથા ઉપશમ અથવા ક્ષય કર્યા પછી જ આ શ્રેણિમાં ચડી શકાય છે. અથવા અનંતાનુબંધિની વિસંયોજના અને દર્શનત્રિકનો ઉપશમ કરીને પણ ઉપશમશ્રેણિમાં ચડી શકાય છે. નવમાં ગુણસ્થાનકે આવેલ જીવો ઉપશમ શ્રેણિમાં મોહનીય કર્મની (દર્શનકસતક અને સંજવલન લોભ વિના) ૨૦ પ્રકૃતિઓ ઉપશમાવે છે અને ક્ષપકશ્રેણીમાં ૨૦ પ્રકૃતિઓ ખપાવે છે.
ઉપશમ શ્રેણીમાં ઉપશમસમ્યકત્વી પણ હોઈ શકે છે અનંતાનુબંધીનો વિસંયોજક પણ હોઇ શકે છે અને ક્ષાયિકસમ્યક્વી પણ હોઈ શકે છે. પરંતુ ક્ષપકશ્રેણીમાં નિયમ ક્ષાયિકસમ્યકત્વી જ હોય છે. જે જીવોએ ક્ષાયિક સમ્યક્ત્વ પામતાં પહેલાં પરભવનું આયુષ્ય બાંધી લીધું હોય તો પરભવમાં જવાનું બાકી હોવાથી ક્ષપકશ્રેણી મંડાતી નથી, તેવા જીવો ક્યારેક ઉપશમશ્રેણી માંડે છે. (૧૦) સૂમસંપરાય ગુણસ્થાનક
સૂમ એટલે બારીક, ઝીણો, અંશમાત્ર રૂ૫, સંપ૨ાયે= કષાય, સંજ્વલન લોભવિશેષ જ્યાં ઉદયમાં બાકી છે. બાકીની મોહનીયકર્મની સર્વપ્રકૃતિઓ જ્યાં ઉપશાન્ત અથવા ક્ષીણ થઈ ચુકી છે. એવા આત્માનું જે ગુણસ્થાનક તે સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક કહેવાય છે. મોહનીયકર્મની સાત પ્રકૃતિઓ સાતમા ગુણસ્થાનક સુધીમાં, અને વીશ પ્રકૃતિઓ નવમા ગુણસ્થાનકે, સર્વથા ઉપશાન્ત અથવા ક્ષીણ થયેલ છે. સૂક્ષ્મ સં. લોભમાનો જ ઉદય ચાલુ છે તેને આ ગુણસ્થાનકે ઉપશાન્ત અથવા ક્ષીણ કરવાનો છે તેથી આ ગુણસ્થાનકનું નામ સુમપરાય” જાણવું.
આ ગુણસ્થાનકનો કાળ પણ આઠમા-નવમા ગુણસ્થાનકની જેમ જ ઉપશમશ્રેણીમાં જઘન્યથી ૧ સમય. અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે, તથા ક્ષપકશ્રેણીમાં અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. આ ગુણસ્થાનકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org