Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કમસ્તવ વિસ્તૃત કરીને સર્વલોકવ્યાપી થાય છે. પાંચમા સમયે આંતરામાંથી, છઠ્ઠા સમયે મન્થાનમાંથી, સાતમા સમયે કપાટમાંથી, અને આઠમા સમય દંડમાંથી આત્મપ્રદેશો સંકોચીને આઠમા સમયે શરીર થાય છે.
કેવલજ્ઞાની ભગવાનની આ એક વિશિષ્ટ પ્રક્રિયા જ વેદનીયાદિ ત્રણ કર્મોને તોડીને આયુષ્યની સાથે સમાન કરે છે. આ પ્રસંગ તર્ક કે બુદ્ધિનો વિષય નથી તેઓની આ પ્રક્રિયા જ કર્મક્ષયનું કારણ છે. ત્યારબાદ હવે આ કેવલજ્ઞાની ભગવાન્ મન-વચન-કાયાના યોગને નિરોધ કરવાનું કાર્ય શરૂ કરે છે.
પ્રશ્ન- યોગનિરોધ શા માટે કરે છે ? યોગ-નિરોધ કરવાનું કારણ શું ?
ઉત્તર- (૧) ભવોપગ્રાહી એવાં જે વેદનીયાદિ ૪ અઘાતી કર્મો છે. તેનો સર્વથા નાશ કરવા માટે, (૨) હાલ જે શુકૂલલેશ્યા છે તે હોતે છતે કર્મ બંધાય છે. તેથી લેણ્યાથી અતીત (રહિત) થવા માટે, (૩) આત્માની અત્યંત જે અકંપ (સ્થિર) અવસ્થા, તે મેળવવા માટે, (૪) અને પરમનિર્જરા (સર્વકર્મોનો ક્ષય રૂપ જે પરમ નિર્જરા તેના) કારણભૂત એવા શુક્લધ્યાનને મેળવવા માટે, (૫) એક સમયના સાતવેદનીયના બંધને પણ અટકાવવા માટે પ્રભુ ત્રણ યોગોનો નિરોધ આરંભ છે. (૧) પ્રથમ બાદર કાયયોગના આલંબનથી બાદર મનોયોગ રૂંધે છે. (૨) પછી બાદ કાયયોગના આલંબનથી બાદર વચનયોગ રૂંધે છે. (૩) પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાદર, કાયયોગ રૂધે છે. (૪) પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મ મનોયોગ સંધે છે. (૫) પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મ વચનયોગ રૂંધે છે.
ત્યારબાદ સૂમકાયયોગના જ આલંબનથી સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી એવા શુકલધ્યાનને ધરતી આ આત્મા સૂક્ષ્મકાયયોગને પણ ધે છે. આ જીલ્લા સૂક્ષ્મકાયયોગનો વિરોધ કરવાના અવસરે આલંબન લેવા લાયક અન્ય યોગ ન હોવાથી સ્વ- આલંબનથી જ નિરોધ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org