Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૧
કમસ્તવ સમ્યકત્વ વ્રત કરવું. અન્યને નહીં માનવાનો નિયમ કરવો તે વ્યવહારસમ્યકત્વ.
(૨) જ્ઞાન-દર્શન અને ચારિત્રની રમણતા પૂર્વકનો શુદ્ધ આત્મપરિણામ, જિનેશ્વર પરમાત્માની અનન્ય રુચિવાળો ઉપયોગ પૂર્વકનો હાર્દિક જે આત્મપરિણામ તે નિશ્ચય સમ્યકત્વ. -
સભ્યત્વના ૩ પ્રકારો પણ છે. . (૧) જેમ દીપક પોતાની નીચે અંધારું રાખે છે (કોડીયાનો દીપક) અને બહાર ચોતરફ પ્રકાશ પાથરે છે તેમ જે આત્મામાં પોતાનામાં સમ્યત્વ ગુણા ના હોય પરંતુ બીજાને ઉપદેશથી સમ્યકત્વ પ્રાપ્ત કરાવે તે દીપકસમ્યકત્વ (અભવ્યાદિજીવનમાં આવા સમ્યકત્વનો વ્યવહાર હોય છે).
(૨) જિનેશ્વર પરમાત્મા વડે કહેવાયેલાં તત્ત્વો ઉપર દૃઢ સચિવાળો, અને આચારો તરફ પરમપ્રીતિવાળો, એવો પરિણામ તે રોચકસમ્યકત્વ.
(૩) પોતાના આત્મામાં સંયમ અને તપને લાવે, જિનેશ્વરપરમાત્મા વડે કહેવાયેલા આચારોને દઢપણે અંગીકાર કરે તે કારકસમ્યકત્વ.
આ પ્રમાણે (૧) ઉપશમ, (૨) ક્ષયોપશમ, (૩) ક્ષાયિક, એમ પણ ત્રણ ભેદો છે. ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક-વેદક એમ ૪ ભેદો પણ છે. અને સાસ્વાદન સાથે પાંચ ભેદો પણ છે. વધારે વિસ્તાર શાસ્ત્રાન્તરથી જાણવા. (૫) દેશવિરતિ ગુણસ્થાનક ' ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષાયિક આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું સમ્યત્વ હોતે છતે, સર્વવિરતિ (સર્વથા સંસારનો ત્યાગ કરવા) ની લાલસા હોવા છતાં પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી તે ન સ્વીકારી શકવાના કારણે અપ્રત્યાખ્યાનીય કપાયના ક્ષયોપશમથી એક વ્રત-બે વ્રત આદિ રૂપે યત્કિંચિત્ સાંસારિક ભોગોનો ત્યાગ કરવાપૂર્વક ભૂલત્યાગ તે દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org