Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
| દ્વિતીય કર્મગ્રંથ - આ ગુણસ્થાનક સ્વીકારનાર શ્રાવક-શ્રાવિકા કહેવાય છે. તેઓ ચૂલહિંસાત્યાગ, સ્થૂલ મૃષાવાદ ત્યાગ આદિ શ્રાવકનાં બારવ્રતોમાંથી ૧ વ્રત, ૨ વ્રત. વ્રત. એમ યાવતું બાર વ્રત ગ્રહણ કરનારાં પણ હોય છે. તથા ત્રણ પ્રકારની અનુમતિ (અનુમોદન) માંથી બે અનુમતિનો ત્યાગ કરી માત્ર-સંવાસાનુમતિ જ સેવનારા જીવો ઉત્કૃષ્ટ દેશવિરતિધર કહેવાય છે. ત્રણ અનુમતિ આ પ્રમાણે છે- (૧) પોતાના માટે અથવા પરના માટે તથા ઉભયના માટે હિંસાદિથી કરાયેલા ભોજન આદિનો જ ઉપયોગ કરે તે પ્રતિસેવનાનુમતિ. (૨) પુત્ર-પત્ની આદિ કોઇ સગાવહાલાઓ-કુટુંબીજનો દ્વારા કરાયેલા પાપકર્મોને કેવળ સાંભલે, સાંભળવા છતાં તે કામોથી પુત્રાદિને ન રોકે, અર્થાત્ મનથી અનુમતિ આપે તે પ્રતિશ્રવણાનુમતિ. (૩) તથા પુત્રાદિ પરિવારો વડે કરાતા પાપને ન સાંભળે, મનથી સારૂ-સારું છે એમ ન માને, માત્ર પોતાનો પુત્ર આદિ છે એવી મમતા જ રાખે તે સંવાસાનુમતિ.
- ગૃહસ્થ બારવ્રત ધારણ કરી શકે છે. અગિયાર પડિમા વહન કરી શકે છે. ત્રણ અનુમતિમાંથી બે અનુમતિ ત્યજી શકે છે. તે ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે. આ ગુણસ્થાનક માત્ર તિર્યંચ-મનુષ્યોને જ હોય છે. તે પણ અયુગલિકોને જ (સંખ્યાત વર્ષના આયુષ્યવાળાને જ). દેવનારકી અને યુગલિકોને માત્ર ચાર જ ગુણસ્થાનકો હોય છે. આ ગુણસ્થાનકે ઉપશમ-ક્ષયોપશમ-અને ક્ષાયિક એમ ત્રણે સમ્યકત્વ હોઇ શકે છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ હોય છે. કારણ કે સંખ્યાત વર્ષવાળા મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય વધુમાં વધુ પૂર્વક્રોડ વર્ષનું હોય છે તેમાં આઠ વર્ષની ઉંમર પછી દેશવિરતિ આવી શકે છે. "
સમ્યકત્વની પ્રાપ્તિ વખતે સાતકર્મોની સ્થિતિ જે અંત:કોડાકોડી સાગરોપમની થઇ છે તેમાંથી પલ્યોપમપૃથકત્વ સ્થિતિ ઓછી થયે છતે આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનકે આવનારા આત્માઓમાં આવા ગુણો પ્રગટ થાય છે. (૧) એકવ્રતથી બાર વ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org