Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કમસ્તવ
૫૫ સંવેગી ઉત્તમ આચાર્યને પણ ચાર-પાંચ કલાકની નિદ્રા તો સહેજે હોય જ છે, તે તેઓને પ્રમત્તગુણસ્થાનકના કાળ ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત જ હોય તે કેમ ઘટે ?
ઉત્તર- પ્રશ્ન સત્ય છે. પરંતુ પારદ્રવ્ય તરફની પરિણતિ થવીલાગણી થવી. તેને પણ પ્રમાદ કહેવાય છે. સંજવલનાદિ કષાયોના ઉદયથી પ્રભુશ્રી મહાવીરસ્વામીનો આત્મા પણ નિદ્રા ન આવવા છતાં લાગણી-કરૂણા. પરદ્રવ્ય પ્રત્યેનો ઝુકાવ એ રૂપ સૂક્ષ્મપ્રમાદવાળા ગુણસ્થાનકે અલ્પકાળ પણ જાય જ છે. માત્ર એટલું વિશેષ છે કે અપ્રમત્તગુણસ્થાનકે તે મોટું અંતર્મુહૂર્ત રહે છે અને પ્રમત્તગુણસ્થાનકે નાનું અંતર્મુહૂર્ત રહે છે. પરંતુ બન્ને ગુસ્થાનકો આવે જ છે. વ્યવહારનયથી નિદ્રા-વિકથા-કષાય એ જેમ પરભાવ દશા હોવાથી પ્રમાદ છે તેમ નિશ્ચયનયથી આ આત્મા પરદ્રવ્ય પ્રત્યે રાગવાળો-લાગણીવાળોકરૂણાવાળો-પરોપકાર કરવાની મમતાવાળી બને તે પણ સૂક્ષ્મમોહપ્રશસ્તમોહ અથવા પરભાવદશા જ હોવાથી તેને નિશ્ચયનયથી પ્રમાદ કહેવાય છે. પ્રારંભના ગુણસ્થાનકોમાં એ ઉપયોગી છે અને ઉપરનાં ગુણસ્થાનકોમાં એ પ્રતિબંધક બને છે. તથા વર્તમાનકાલીન અને ભૂતકાલીન મહાન્ ગીતાર્થ-સંગી આચાર્યોને વ્યવહારનયથી નિદ્રા ૪૫ કલાક ચાલુ હોવા છતાં પણ નિશ્ચયનયથી_સંયમાવસ્થામાં “આત્મજાગૃતિ” રૂપ સ્વભાવ દશાની પરિણતિ પ્રવર્તતી જ હોય છે. તેથી જ નિદ્રાકાલે પણ પડખું ફેરવતાં પ્રમાર્જનાનો વિવેક અને કુક્ડીપાય પસારેણ ગાથામાં કહ્યા મુજબ શરીરના અંગોને સંકોચીને, વસ્ત્રાદિથી ઢાંકીને જ સુવે છે. બીભત્સ રીતે, કે વાસનાની વૃદ્ધિ થાય તે રીતે જે નથી વર્તતા તે નિદ્રાકાલમાં પણ આત્મ-જાગૃતિ ચાલુ જ છે. માત્ર નિદ્રા પ્રતિબંધક હોવાથી આ આત્મજાગૃતિ પ્રગટપણે દેખાતી નથી તેથી આવા સાધુસંતોને નિદ્રામાં પણ અપ્રમત્તગુણસ્થાનક નિશ્ચયનયથી જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org