Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૦
દ્વિતીય કર્મગ્રંથ વિશુદ્ધિવાળા થાય છે. દાખલા તરીકે ધારો કે એક સમયમાં અસંખ્યાતા જે અધ્યવસાયસ્થાનો છે તે ૧૦OO છે. તે એક હજારને વિશુદ્ધિને અનુસારે લાઇનસર ગોઠવીએ તો પહેલા અધ્યવસાયસ્થાન કરતાં રથી ૧૦૦ અનંતભાગ અધિક, એક નંબરની અપેક્ષાએ ૧૦૧ થી ૨૨૫ અસંખ્યાતભાગ અધિક, એકનંબરની અપેક્ષાએ ૨૨૬ થી ૩૭૫ સંખ્યાતભાગ અધિક, પ્રથમની જ અપેક્ષાએ ૩૭૬ થી ૫૫૦ સંખ્યાતગુણ અધિક, પ્રથમની જ અપેક્ષાએ ૫૫૧ થી ૭૫૦ અસંખ્યાતગુણ અધિક, અને પ્રથમની જ અપેક્ષાએ ૭૫૧ થી ૧૦૦૦ મા અનંતગુણ અધિક વિશુદ્ધિવાળાં છે. આ જ રીતે અન્તિમ ૧૦૦૦ મા અધ્યવસાયની અપેક્ષાએ ૯૯૯ મું, ૯૯૮ મું એમ ઉતરતા ક્રમે અનંતભાગહાનિ, અસંખ્યાતભાગહાનિ, સંખ્યાતભાગહાનિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણહાનિ, અને ૧૦૦૦માની અપેક્ષાએ ૧૫૦ થી ૧ સુધીનાં અનંતગુણ હાનિવાળાં અધ્યવસાય સ્થાનકો છે. (આ સંખ્યાનો આંક સમજાવવા પુરતો માત્ર કલ્પેલો છે).
આ પ્રમાણે એ કસમયમાં અનંત જીવો છે. અસંખ્યાત અધ્યવસાય સ્થાનો છે અને માંહોમાંહે વિશુદ્ધિની છે જાતની વૃદ્ધિહાનિ છે. તેને ષસ્થાનપતિત-છઠ્ઠાણવડિયાં કહેવાય છે. આ જ પ્રમાણે બીજા સમયમાં-ત્રીજા સમયમાં ચોથા સમયમાં પણ છે જાતની વૃદ્ધિહાનિ હોય છે. માટે જ આ ગુણસ્થાનકનું નામ નિવૃત્તિકરણ રાખવામાં આવેલ છે.
અહીં પ્રથમ સમયમાં જઘન્યવિશુદ્ધિ કરતાં છઠ્ઠાણવડિયાં પડતાં હોવાથી પ્રથમ સમયની જ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ અધિક છે. તેના કરતાં બીજા સમયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણ અધિક છે. તેના કરતાં બીજા જ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણ અધિક છે. તેના કરતાં ત્રીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ અધિક છે. એમ પ્રતિસમયમાં જાણવું. આના ઉપરથી જ સમજાશે કે પ્રથમસમયમાં જે અસંખ્યાત અધ્યવસાય સ્થાનો છે. તેના કરતાં દ્વિતીય સમયવર્તી અને તેના કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org