Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ફમતવ
પ૭ મોહનીયકર્મની પ્રકૃતિને ઉપશમાવવાનું કે ભય કરવાનું કામ બખર નવમા-દશમા ગુણસ્થાનકે જીવ કરે છે આદમ ગુણસ્થાનકે તો તની પૂર્વતૈયારી રૂપ ભૂમિકા જ પ્રગટ કરે છે.
1 “અપૂર્વ પ્રથમ કદાપિ નું આવેલા એવા આત્માના “કરણ” અધ્યવસાય જયાં વર્તે છે. તે અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય છે. આ આઠમ ગુણસ્થાનકે આત્માના એવા અપૂર્વ અધ્યવસાયો આવે છે કે જે પ્રથમ ૧થી૩ ગુણસ્થાનકોમાં સંભવે જ નહીં, તેથી આ ગુણસ્થાનકનું નામ “અપૂર્વકરણ ગુણસ્થાનક" કહેવાય છે.
આ ગુણસ્થાનક આવેલ આ આત્મા અપૂર્વ અધ્યવસાયોના બળે કાપિ ન કરેલાં એવાં અપૂર્વ પાંચ કાર્યો અહીં કરે છે. (૧) સ્થિતિઘાત, (૨) રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) ગુણસંક્રમ, (૫) અપૂર્વસ્થિતિબંધ. સ્થિતિઘાતાદિ ચાર કાર્યોનું સ્વરૂપ પહેલા ગુણસ્થાનકથી સમ્યકત્વ પામતી વખતે ત્રણ કરણના પ્રસંગે સમજાવ્યું છે તેમ જ જાણવું. તફાવત માત્ર એટલો જ છે કે પહેલા ગુણસ્થાનક કતાં આઠમાં ગુણસ્થાનકે અતિશય ઘણી વિશુદ્ધિ હોવાથી થોડા કાળમાં સ્થિતિઘાતાદિ સવિશેષણપણે કરે છે.
તથા પૂર્વોક્ત ચાર કાર્યો ઉપરાંત એક અધિક ગુણસંક્રમ નામનું ફાર્ય પણ અહીં કરે છે. ગુણસંક્રમ એટલે અબધ્યમાન અશુભ કર્મપ્રકૃતિઓ જે જે સત્તામાં છે તે દરેકને બધ્યમાન પ્રકૃતિમાં પ્રતિસમયે અસંખ્યાતગુણાકારે સંક્રમાવે છે પલ્ટાવે છે તેને ગુણસંક્રમ કહેવાય છે. આ પ્રમાણે સ્થિતિવાતાદિ આ પાંચ કાર્યો પૂર્વે કદાપિ ન કયાં હોય તેવાં કાર્યો આ જીવ કરે છે માટે આ ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ કહેવાય છે.
તથા આ ગુણસ્થાનકનું બીજું નામ “નિવૃત્તિકરણ” પણ છે. મૂળગાથામાં આ જ નામ કથન કરેલું છે. નિવૃત્તિ એટલે ફેરફારો મહાવત-અસમાનતા, પરસ્પર અથવસાયોની ચિત્ર-વિચિત્રતા.
અનાદિ કાળથી જે જે જીવો ભૂતકાળમાં આ ગુણસ્થાનક પામ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org