Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૬
દ્વિતીય કર્મગ્રંથ જ છે, માટે સ્થૂલવ્યવહારવાળી રુચિમાત્રથી સમ્યગ્દષ્ટિ કહેવાતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “પથવિ સદ્ન્તો સુન્નત્યં છિદ્રિો ''
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિમાં આ જ અંતર છે કે જે સમ્યગ્દષ્ટિ છે તે પોતાને સર્વજ્ઞકથિત જીવ-અજીવ આદિ તત્ત્વ સમજાય કે ન સમજાય તો પણ સર્વજ્ઞપ્રભુ ઉપર સર્વજ્ઞ અને વીતરાગપણાની શ્રદ્ધાથી સત્ય કરીને જ સ્વીકારે છે જ્યારે મિથ્યાદૃષ્ટિ જીવને પોતાને જેટલું સમજાય તેટલું સત્ય મૃાને છે અને ન સમજાય તેને મિથ્યા માને છે. એટલે સર્વજ્ઞપ્રભુ પ્રત્યે સર્વજ્ઞતાનો અને વીતરાગતાનો વિશ્વાસ ન હોવાથી એક-બે પદો વિના સઘળી દ્વાદશાંગી માનવા છતાં પણ તે મિથ્યાષ્ટિ જ કહેવાય છે. આવા પ્રકારના જીવનું અલ્પ વ્યાવહારિક ગુણોવાળું જે ગુણસ્થાનક તે પ્રથમ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક છે. તેનો કાળ ત્રણ પ્રકારે છે. (૧) અભવ્ય જીવોને આશ્રયી અનાદિ-અનંત. (અપરિમિતકાળ). (૨) ભવ્યજીવોને આશ્રય અનાદિ-સાન્ત. (આદિ નહી પણ અંત
આવે). (૩) સમ્યકત્વ પામ્યા પછી પડેલા જીવને આશ્રયી સાદિ-સાન્ત. (આદિ
પણ હોય અને અંત પણ હોય) તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત
અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન.. (૨) સાસ્વાદન ગુણસ્થાનક
આ ગુણસ્થાનકનાં બે નામ છે. (૧) સાસાદન અને (૨) સાસ્વાદન. आयं (औपशमिक सम्यक्त्वलाभं) सादयति-अपनयतीति सासादनम् ઔપથમિકસમ્યકત્વને જે લાભ તેને આય કહેવાય છે. તેનો જે નાશ કરે, અનંતાનુબંધી કષાયને ઉદય એવો છે કે જેના પ્રતાપે પ્રાપ્ત થયેલ ઔપથમિક સમ્યકત્વ ચાલ્યું જાય તે આસાદન, અને તે અનંતાનુબંધીના ઉદય સહિત જે ગુણસ્થાનક તે સાસાદન ગુણસ્થાનક કહેવાય છે. અહીં ગાય ના ૨ • લોપ થયો છે. સ+માર્ચ+સન = ૩ નો લોપ થવાથી લાલન શબ્દ બને છે. આસાનેન સદ વર્તતે ય: સ: સીસાન:.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org