Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૨
દ્વિતીય કર્મગ્રંથ અનિવૃત્તિકરણનો જે એક સંખ્યાતમો ભાગ બાકી છે તેટલી (નાના અંતર્મુહૂર્ત પ્રમાણે) સ્થિતિ ભોગવવા માટે રહેવા દઈને તેની ઉપરની એક અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને ત્યાંથી ખાલી કરવાનું, દલિક વિનાની સ્થિતિ કરવાનું કામ આ જીવ કરે છે, આમ વચ્ચે આંતરૂ કરવાથી સ્થિતિના ખરેખર આંતરા સાથે ત્રણ ભાગો થઇ જાય છે. અને આંતરા વિના ગણીએ તો. નીચે અને ઉપર એમ બે ભાગો થાય છે.
અંતરકરણ વાળી વચ્ચેની સ્થિતિમાં મિથ્યાત્વ મોહનીયકર્મનાં જે જે દલિકો છે તેને ઉદીરણા અને અપવર્ણના કરણ વડે નીચેની સ્થિતિમાં નાખે છે અને કેટલાંક દલિકોને ઉદ્વર્તના કરણ વડે ઉપરની સ્થિતિમાં નાખે છે એમ ઉપર-નીચેની સ્થિતિમાં નાખવા વડે અંતરકરણમાંથી સ્થિતિનાં દલિક સર્વથા ખાલી કરે છે. અંતરકરણની નીચેની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને પ્રથમસ્થિતિ- હેઠલી સ્થિતિ અથવા નાની સ્થિતિ કહેવાય છે. અને અંતરકરણની ઉપરની સ્થિતિને બીજીસ્થિતિ-ઉપરની સ્થિતિ અથવા મોટી સ્થિતિ કહેવાય છે. પહેલી સ્થિતિને ભોગવતો, અંતરકરણને ખાલી કરતો, અને ઉપરની મોટી સ્થિતિને ઉપશમાવતો આ જીવ આગળ વધે છે.
ઉપશમાવવું એટલે કે મિથ્યાત્વમોહનીય કર્મની સ્થિતિ જે ઉદીરણા અને અપવર્તના આદિ કરણો વડે વહેલી પણ ઉદયમાં લાવી શકાય તેમ હતી તે સ્થિતિને ત્યાં જ રહે, વહેલી ઉદયમાં ન આવે તેવી કરવી. તેને ઉપશમાવવું કહેવાય છે, તેનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે છે. અનિવૃત્તિકરણ ૫ સંખ્યાતા ભાગ | ૧ સં. ભાગ અંતરકરણ | બીજીસ્થિતિ " | પહેલી સ્થિતિ ' | મોટી સ્થિતિ
પહેલી સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેને ઉદયથી ભોગવે ત્યારે જીવ મિથ્યાત્વી છે. તે જ વખતે અંતઃકરણના દલિકોને પહેલી-બીજી એમ બન્ને સ્થિતિમાં નાખીને ત્યાની ભૂમિ ખાલી કરે છે. ચોખ્ખી કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org