Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૩
કર્મસ્તવ છે તેથી જ તેને અન્તર (આંતરું) કરણ (કરવું) એમ કહેવાય છે. અને બીજી સ્થિતિને ઉદય, ઉદીરણા આદિ કરણોને માટે અયોગ્ય કરી દિબાવી દે છે તેને ઉપશમ કહેવાય છે. એમ કરતો આ જીવ અનિવૃત્તિકરણના સંખ્યાતમા ભાગરૂપ જે પ્રથમ સ્થિતિ છે તેમાંથી બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ અને એક આંવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા અટકાવે છે પછી તે પ્રથમસ્થિતિ જ્યારે પૂર્ણ થાય અને અંતરકરણમાં આ જીવ જેવો પ્રવેશ કરે તે જ સમયે મિથ્યાત્વમોહનીય કર્મ ઉદયમાં ન હોવાથી ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે છે.
જે મ વનમાં લાગેલો દાવાનળ આગળ વધતો વધતો ઉખરભૂમિને અથવા બળેલાં કાષ્ટાદિને પામીને દાહ્યવસ્તુ ન મળવાથી બૂઝાય છે. તેમ આ મિથ્યાત્વરૂપ દાવાનળ . પણ અંતરકરણના પ્રથમસમયે જ આ જીવને ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અંતરકરણમાં મિથ્યાત્વનાં દલિકો નથી અને ઉપરની સ્થિતિનાં મિથ્યાત્વનાં દલિકો ઉપશાન્ત છે. એટલે ઉદીરણા આદિ કરણી વડે પણ ઉદયમાં આવવાનાં નથી. તેથી મિથ્યાત્વમોહનીયનો ઉદય ન હોવાથી મોક્ષના બીજભૂત, પૂર્વે કદાપિ પ્રાપ્ત નહીં કરેલું એવું આ ઉપશમ સમ્યકત્વ જીવને પ્રાપ્ત થાય છે. સમ્યકત્વની આ વિશુદ્ધિ વડે ઉપરની સ્થિતિમાં જે ઉપશાન્ત મિથ્યાત્વમોહનીય છે તેમાં રહેલ રસને હણી-હણીને તે કર્મમાં દલિકોને અલ્પ-અલ્પ રસવાળાં કરે છે. તેને જ શાસ્ત્રોમાં ત્રિપુંજીકરણ કહેવાય છે. એક જ મિથ્યાત્વમોહનીયના જે કર્મપરમાણુઓમાંનો રસ મંદ- બેઠાણીઓ અથવા એકઠાણીયો થઇ જાય છે તેને સમ્યકત્વમોહનીય કહેવાય છે. જે કર્મ પરમાણુઓમાં મધ્યમ બેઠાણીઓ રસ થઈ જાય છે તે મિશ્રમોહનીય કહેવાય છે અને હજુ પણ જે કર્મપરમાણુઓમાં તીવ્ર બેઠાણી, ત્રણઠાણીયો અને ચાર ઠાણીઓ રસ વર્તે છે તેને મિથ્યાત્વમોહનીય જ કહેવાય છે. સમ્યક્ત્વના પ્રથમસમયથી જ ઉપરની બીજી સ્થિતિનાં મિથ્યાત્વનાં દલિકોનું ત્રિપુંજીકરણ ચાલું થાય છે. એટલે કે મિથ્યાત્વનાં દલિકોને મિશ્રમેહનીય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org