Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૧
કમસ્તવ
(૪) અત્યાર સુધી પરિણામની ધારા તીવ્ર અને મંદ થતી હતી, એટલે કર્મોની સ્થિતિ ક્યારેક ઉત્કૃષ્ટ, ક્યારેક મધ્યમ, ક્યારેક જઘન્ય (ગુણસ્થાનકની ભૂમિકા પ્રમાણે), પુનઃ ક્યારેક ઉત્કૃષ્ટ આ જીવ બાંધતો હતો, પરંતુ આ અપૂર્વકરણમાં અપૂર્વ વિશુદ્ધિ હોવાથી એક સ્થિતિબંધ પૂર્ણ થયા પછી બીજો સ્થિતિબંધ, અને બીજો સ્થિતિબંધ પૂર્ણ થયા પછી ત્રીજો સ્થિતિબંધ નિયમા પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન-હીન જ બાંધે, પણ અધિક ન બાંધે, તે. અપૂર્વસ્થિતિબંધ.
આ પ્રમાણે આ અપૂર્વકરણમાં આ જીવ એક તો ગ્રન્થભેદ કરે છે વળી સ્થિતિઘાતાદિ આ ચાર અપૂર્વ કાર્યો કરે છે. જેનાથી ભવાભિનંદીપણું ઓછું થતું જાય છે અને આત્માભિનંદીપણું વધતું જાય છે. સમ્યકત્વ પામવા માટેની ભૂમિકા રૂપ પૂર્વ તૈયારી થતી જાય છે. રાગ-દ્વેષનું મંદ થઈ જવું, અપૂર્વ વીર્ષોલ્લાસનું વધવું, સ્થિતિ-રસનું ઘટવું, શુભપ્રકૃતિઓના રસનું વધવું, નવું નવું કર્મ ઓછું જ બાંધવું. આ બધું અપૂર્વકરણનું જ કાર્ય છે. આ પ્રમાણે અપૂર્વકરણ કરીને હવે અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે.
અનિવૃત્તિકરણ એટલે કે જ્યાં પરિણામની તરતમતા નથી તે અથવા જ્યાંથી સમ્યકત્વ પ્રાપ્ત કર્યા વિના પાછો ન ફરે, અવશ્ય સમ્યકત્વ પામે જ, તે પહેલાં નિવૃત્તિ (પાછા હઠવાનું) ન કરે તેવો આંત્માને જે અધ્યવસાય. તેનું નામ અનિવૃત્તિકરણ. આ કરણનો પણ કાળ અંતર્મુહૂર્ત જ હોય છે. પ્રતિસમયે વિશુદ્ધિ વધારે વધારે વધતી જાય છે. સ્થિતિઘાતાદિ ચાલુ જ છે. હજુ ગુણસ્થાનક પહેલું મિથ્યાષ્ટિ જ છે.. મિથ્યાત્વમોહનીયના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા બધું જ ચાલુ છે. એમ કરતાં અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ પસાર થાય અને જયારે એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે આ મિથ્યાત્વના ઉદયને અટકાવવા માટે જ “અંતરકરણ” કરે છે. એટલે કે આત્મા પાર્સ મિથ્યાત્વમોહનીય કર્મની જે અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ સત્તામાં પડેલી છે અને ક્રમશ: ઉદયમાં આવે છે. તે સ્થિતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org