Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કમસ્તવ
૪પ કાળમાં મિથ્યાત્વમોહનીયનો ઉદય ન હોવા છતાં પણ અનંતાનુબંધીનો લયોપશમમાંથી ઉદય થઇ જાય છે. તેને જ આ બીજું “સાસ્વાદન” ગુણસ્થાનક કહેવાય છે. કારણકે મિથ્યાત્વનો ઉદય ન હોવાથી પહેલું ગુણસ્થાનક કહેવાય નહીં અને અનન્તાનુબંધી કષાયનો ઉદય થવાથી સમ્યકત્વ ગુણસ્થાનક ટકે નહીં, તેથી ચોથા ગુણસ્થાનકેથી પડતાં અને પહેલે પહોંચતાં પહેલાં અનંતાનુબંધીનો ઉદય થવાથી સમ્યક્તના મલીન આસ્વાદવાળું આ બીજું ગુણસ્થાનક જીવને આવે છે. આ બીજું ગુણસ્થાનક જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ફક્ત ૬ આવલિકા કાળ જ ટકે છે. ત્યારબાદ આ જીવ નિયમા મિથ્યાત્વપુજનો ઉદય થવાથી મિથ્યાત્વ ગુણસ્થાનકે જ જાય છે. "
આ સાસ્વાદન ગુણસ્થાનક ઉપશમ સમ્યકત્વથી પડતાં જ આવે, છે. જેટલી વાર ઉપશમ સમ્યકત્વ પામી શકે છે તેટલીવાર વધુમાં વધુ સાસ્વાદન પામી શકાય છે. ઉપશમ સમ્યકત્વ. ચાર વાર ઉપશમશ્રેણી પ્રારંભે ત્યારે ચાર વાર પામી શકાય છે. અને મિથ્યાત્વગુણસ્થાનકથી ત્રણ કરણ કરવા પૂર્વક અંતરકરણ કરવા દ્વારા જે ઉપશમસમ્યકત્વ પમાય છે. તે જો કે અસંખ્ય વાર પામી શકાય છે તથાપિ તે એક સરખી જ પ્રક્રિયાથી લભ્ય હોવાથી એક જ ગણાય છે. એમ મિથ્યાત્વ ગુણસ્થાનકેથી ઘણીવાર પ્રાપ્ત કરી શકાતા ઉપશમ સમ્યને પણ એક જ વાર ગણીએ તો વધુમાં વધુ ઉપશમ સમ્યક્ત પાંચ વાર પામી શકાય છે માટે સાસ્વાદન પણ પાંચ વાર પામી શકાય છે. - મિથ્યાત્વ ગુણસ્થાનકે આવ્યા પછી સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીયની ઉદવલના કરીને આ જીવ તે બન્નેનાં દલિકોનો પુનઃમિથ્યાત્વ મોહનીયમાં પ્રક્ષેપ કરે છે. તે કરતાં એક-એક મોહનીયમાં એક-એક એમ કુલ પલ્યોપમના અસંખ્યાતમા ૨ ભાગ જેટલો કાળ જાય છે. તેમાં સમ્યકત્વ મોહનીયની ઉવલના થતી હોય તે દરમ્યાન પુનઃ જો સમ્યકત્વ પામે તો ક્ષયોપશમસમ્યકત્વ પામે છે. જો મિશ્રમોહનીયની ઉર્વલના થતી હોય તે દરમ્યાન જો ઉપર ચડે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org