Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કર્મસ્તવ
૩૭
બીજું નામ સ્વાન છે. અહીં સ+ગાસ્નાન શબ્દ છે. સમ્યક્ત્વનો જે રસ, તેના યત્કિંચિત્ પણ આસ્વાદની સાથે જે વર્તે તે સાસ્વાદન. જેમ ખીર ખાતી વખતે વિશિષ્ટ મધુર રસનો આસ્વાદ થાય છે. તે જ ખીરનું વમન કરતાં તેવો નહીં પણ મલીન યત્કિંચિત્ મધુર રસ અનુભવાય જ છે. તેમ ઔપશ્મક સમ્યક્ત્વના કાળમાં જ અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી મલીન એવો સમ્યક્ત્વનો જે રસાસ્વાદ આવે તે સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય છે.
આ ગુણસ્થાનકની પ્રાપ્તિ પહેલા ગુણસ્થાનકથી કદાપિ થતી નથી. પરંતુ પહેલા ગુણસ્થાનકે રહ્યો છતો જીવ ત્રણ કરણ કરીને ઔપમિક સમ્યક્ત્વ પામીને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે અને ત્યાંથી પડતાં આ બીજું સાસ્વાદન ગુણસ્થાનક આવે છે, માટે સાસ્વાદનને સમજવા સારું પ્રથમ ત્રણ કરણ સમજવાં જરૂરી છે તે આ પ્રમાણે
છે.
કરણ એટલે અધ્યવસાય- આત્માના પરિણામ, તેને કરણ કહેવાય છે. તેના ત્રણ ભેદો છે. (૧) યથાપ્રવૃત્તકરણ, (૨) અપૂર્વકરણ, (૩) અનિવૃત્તિકરણ.
ગંભીર અને અપાર એવા સંસાર સાગરમાં અનાદિ કાળથી ભટકતો ભટકતો આ જીવ તેની તથાભવ્યતા પાકવાથી (તેમાં રહેલી યોગ્યતા વિશિષ્ટ બનવાથી) નદી-ગોળઘોલના ન્યાયે તેના આત્મપરિણામ કંઇક શુદ્ધ બને છે તેને યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. પર્વતની પાસે વહેતી નદીમાં પર્વત ઉપરથી પવનના યોગે ગબડેલા નાના નાનાં પત્થરો પાણીના વેગમાં તણાતા-તણાતા આમતેમ અથડાતા ફુટાતાસહજપણે ગોળ અને લીસ્સા થાય છે. પણ સમજી શોચીને બુદ્ધિ પૂર્વક ગોળ અને લીસ્સા થતા નથી. તેની જેમ આ જીવ પણ સાંસારિક સુખદુઃખોને અનુભવતો સહજપણે (સમજી-શોચીને બુદ્ધિપૂર્વક નહી) જે સ્મશાનીયા વૈરાગ્યની જેમ કોમળ અને કંઇક શુદ્ધ પરિણામવાળો બને તે પરિણામને યથાપ્રવૃત્તકરણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org