Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૮
દ્વિતીય કર્મગ્રંથ
ચા= સહેજે સહેજે પ્રવૃત્ત આવેલો, બહુ જ પ્રયત્નપૂર્વક નહી લાવેલો એવો જે ર અધ્યવસાય તે યથાપ્રવૃત્તકરણ. આ યથાપ્રવૃત્ત કરણ કરવાથી યુષ્યકર્મ વિના શેષ સાતકર્મોની સ્થિતિ આ આંત્માએ જે દીર્ઘ (૭૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની) બાંધેલી છે તે તમામ તુટી જાય છે અને સાતે કર્મોની સ્થિતિ માત્ર એકેક કોડાકોડી સાગરોપમમાં પણ કંઇક ન્યૂન અર્થાત્ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થઇ જાય છે. યથાપ્રવૃત્તકરણ એ. કારણ છે અને સ્થિતિ તુટવી તે તેનો વિપાક અર્થાત્ ફળ છે. કાર્ય છે. આ કરણથી સ્થિતિ તુટવા વડે જીવ લઘુકર્મી બન્યો એ જ મહાન લાભ છે.
આ યથાપ્રવૃત્તકરણ ભવ્ય-અભવ્ય બન્ને પ્રકારના જીવો કરે છે. પરંતુ અભવ્ય જીવો અહીંથી આગળ વધી શકતા નથી, અહીં રહી જાય છે, અથવા પુનઃ દીર્ઘસ્થિતિ બાંધી પડી જાય છે. ભવ્યજીવોમાં કોઇક પડી જાય છે. કોઇક ત્યાં જ વર્તે છે અને જેનો વીર્ષોલ્લાસ અધિક છે તે કોઇક આગળ વધે છે. આ યથાપ્રવૃત્તકરણ ભવ્ય-અભવ્ય જીવો પણ ઘણી વાર કરે છે પરંતુ કોઇક જ વખત, માત્ર ભવ્યજીવ જાય છે, તેના યથાપ્રવૃત્ત કરણને
જ અતિવીર્યોલ્લાસથી આગળ વધી. હું
ચરમ-યથાપ્રવૃત્તકરણ કહેવાય છે.
જે જીવો આ યથાપ્રવૃત્તકરણ કરવા વડે સાતકર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી ક૨ીને પુનઃ હવે સંસારચક્રમાં બે જ વાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના છે. તેઓને દ્વિર્બન્ધક કહેવાય છે. જેઓ પડીને ફક્ત એક જ વાર સાતકર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના છે તે સમૃદ્ધધક કહેવાય છે. અને જેઓ પડવાના નથી અથવા પડે તો પણ પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના જ નથી તેઓ અપુનર્બન્ધક કહેવાય છે. દ્વિર્બન્ધક કરતાં સમૃદ્ધ્ધક, અને સમૃદ્ધધક કરતાં અપુનર્બન્ધક ઉજ્જવલ પરિણામી છે. આ જીવો તીવ્રભાવે પાપ કરતા નથી. કદાચ કોઈ પાપ કરવું પડે તો પણ મંદભાવે કરે છે. સાંસારિક કોઇ પણ પ્રસંગોને બહુમાન આપતા નથી, ઉચિત આચરણની મર્યાદામાં જે વર્તે છે. ચરમ-યથાપ્રવૃત્તકરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org