Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૪.
દ્વિતીય કર્મગ્રંથ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત કાળે મોક્ષે જવાના જ હોવાથી મિથ્યાત્વનો અંત કરનારા બને છે માટે સાદિ-સાન્ત ૩, - તથા (૧) આભિગ્રહિક, (૨) અનાભિગ્રહિક, (૩) સાંશયિક, (૪) આભિનિવેશિક, અને (૫) અનાભોગિક એમ ૫ ભેદો પણ છે. પોતે માનેલું હોય તે જ સાચું છે એમ માની લેવું તે આભિગ્રહિક. સર્વ ધર્મો સરખા જ છે. બધા જ સત્ય છે એમ માની લેવું તે અનાભિગ્રહિક. જિનેશ્વર પ્રભુના ધર્મમાં (અરુચિપૂર્વક) શંકાઓ કરવી તે સાંશયિક. પોતાનું માનેલું અસત્ય છે એમ જાણવા છતાં હઠાગ્રહથી પકડી રાખવું તે આભિનિવેશિક વસ્તુ તત્ત્વ જાણવું જ નહીં, અજ્ઞાની જ રહેવું તે અનાભોગ મિથ્યાત્વ.
આ પ્રમાણે મિથ્યાત્વના અનેક રીતે અનેક ભેદો થઈ શકે છે. તેવા મિથ્યાત્વી જીવના જે જ્ઞાનાદિ (અલ્પપ્રમાણમાં) ગુણો હોય છે તે ગુણોને મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે.'
પ્રશ્ન- જો જીવ મિથ્યાદષ્ટિ જ છે અવળી બુદ્ધિ જ છે તો તેને ગુણો કેમ હોઈ શકે ? અને જો ગુણો (સદ્ગુણો) છે તો પછી તેવા જીવને મિથ્યાદષ્ટિ કેમ કહેવાય ? પ્રકાશ અને અંધકારની જેમ મિથ્યાદષ્ટિપણું અને સદ્ગણોનું હોવું તે બન્ને પરસ્પર વિરોધી છે.
ઉત્તર- પ્રશ્ન બરાબર છે. જો કે મિથ્યાદષ્ટિ જીવમાં વાસ્તવિક પણે તો અરિહંત પરમાત્માએ કહેલ જીવ-અજીવ આદિ તત્ત્વ વિષયક દૃષ્ટિ તો વિપરીત જ છે, એટલે તે સંબંધી ગુણો નથી જ. તથાપિ
આ મનુષ્ય છે, આ પશુ છે, આ માતા-પિતા છે, આ પુત્ર-પુત્રી છે'' ઇત્યાદિ વ્યાવહારિક ચૂલદષ્ટિ સમ્યગ્દષ્ટિના જેવી જ અવિપરીત=સાચી હોય છે તે અલ્પગુણને આશ્રયી તેને ગુણસ્થાનક કહેવાય છે. છેલ્લે છેલ્લે નિગોદાવસ્થામાં રહેલા જીવને અવ્યક્ત જ્ઞાન હોવા છતાં પણ સ્પર્શ-રસ આદિનું જ્ઞાન અવિપરીત જ હોય છે. તેને આશ્રયી ગુણસ્થાનક કહેવાય છે. (જુઓ પંચસંગ્રહ દ્વાર ૧ ગાથા ૧૫ ની ટીકા).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org