Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્વિતીય કર્મગ્રંથ વિવેચન- ગુણોની તરતમતા. ગુણોની હીનાધિકતા, ગુણોનું ઓછા-વધતા અંશે હોવું તેને ગુણસ્થાનક કહેવાય છે. પ્રારંભનાં ગુણસ્થાનકોમાં છા-ઓછા ગુણો હોય છે. ઉપરા-ઉપરના ગુણસ્થાનકોમાં વધારે-વધારે ગુણો હોય છે. અન્તિમ ચૌદમા ગુણસ્થાનકમાં સૌથી વધારે ગુણો હોય છે. હવે આપણે ચૌદ ગુણસ્થાનકોનું સ્વરૂપ જોઇએ. (૧) મિથ્યાષ્ટિગુણસ્થાનક
મિથ્યા એટલે વિપરીત-ઉલટી-ઉધી છે. દૃષ્ટિ=સમજણ જ્યાં તે મિથ્યાષ્ટિ. એવા જીવનું જે ગુણસ્થાનક તે મિથ્યાષ્ટિગુણસ્થાનક, જયાં સુદેવ-સુગુરુ અને સુધર્મને કુદેવાદિ રૂપે જોવામાં આવે અને કુદેવકુગુરુ અને કુધર્મને સુદેવાદિ રૂપે જોવામાં આવે, સંસારવર્ધક હેય ભાવોને ઉપાદેય રૂપે જોવામાં આવે અને મોક્ષદાયક ઉપાદેય ભાવોને હેયરૂપે જોવામાં આવે, સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પ્રત્યે, તેમની આજ્ઞા અનુસાર વર્તનારા સંસારના સર્વથા ત્યાગી પંચમહાવ્રતધારી ગુરુ પ્રત્યે, અને તેમના પ્રતિપાદિત ધર્મ પ્રત્યે રૂચિ ન થાય, પ્રેમ ન જાગે તેવા જીવનું જે ગુણસ્થાનક તે પ્રથમ મિથ્યાષ્ટિ ગુણસ્થાનક.
મિથ્યાત્વ મોહનીય કર્મ- ના ઉદયથી જીવની દૃષ્ટિ આવી બને છે. તત્ત્વોને અતત્ત્વ માને, અતત્ત્વોને તત્ત્વ માને. આમાં દૃષ્ટિદોષ જ કારણ છે. જેમ ધતુરાનું પાન કરેલા મનુષ્યને ધોળી વસ્તુમાં પીળાપણાની દૃષ્ટિ થાય છે. જેમ સ્નેહી અથવા મિત્ર ઉપર પણ અવિશ્વાસ ઉત્પન્ન થતાં પ્રત્યેક પ્રવૃત્તિમાં વહેમભરી જ દષ્ટિ બની જાય છે તેવી જ રીતે મિથ્યાત્વમોહના ઉદયથી સૂદેવાદિ ઉપર જીવની દૃષ્ટિ કુદેવાદિ રૂપ અને કુદેવાદિ ઉપર સુદેવાદિ રૂપ બની જાય છે.
આ મિથ્યાત્વના જુદી જુદી રીતે અનેક પ્રકારો છે. (૧) અવ્યક્ત મિથ્યાત્વ અને (૨) વ્યક્ત મિથ્યાત્વ, એકેન્દ્રિય જીવોથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોમાં પાટ અજ્ઞાન હોવાથી અવ્યક્ત મિથ્યાત્વ છે અને સંજ્ઞા પંચેન્દ્રિયમાં સમજણ પૂર્વકનું મિથ્યાત્વ છે તે અન્ન-મિથ્યાત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org