Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કમસ્તવ
3.3
તથા (૧) લૌકિક મિથ્યાત્વ અને (૨) લોકોત્તર મિથ્યાત્વ એમ પણ ૨ ભેદો છે. સાંસારિક ભોગ સુખો મેળવવા માટે, મળેલાને સાચવવા માટે, અથવા તેની વૃદ્ધિ માટે ગમે તેવા દેવ-દેવીઓની ઉપાસના કરવી તે લૌકિક મિથ્યાત્વ. અને તીવ્ર આસક્તિથી એ જ સાંસારિક ભોગસુખો મેળવવા માટે કે મળેલાને સાચવવા માટે કે તેની વૃધ્ધિ માટે વીતરાંગ પરમાત્માની કે ત્યાગી સુગુરુ આદિની ઉપાસના કરવી તે લોકોત્તરમિથ્યાત્વ.
તથા (૧) પ્રરૂપણા મિથ્યાત્વ (૨) પ્રવર્તન મિથ્યાત્વ, (૩) પરિણામ મિથ્યાત્વ અને (૪) પ્રદેશ મિથ્યાત્વ એમ ચાર ભેદો પણ મિથ્યાત્વના છે. જિનેશ્વર પરમાત્માના વચનોથી વિપરીત ઉપદેશ આપવો તે પ્રરૂપણા મિથ્યાત્વ, જિનેશ્વર પરમાત્માની આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિ કરવી-કરાવવી તે પ્રવર્તન મિથ્યાત્વ. મનમાં એકાન્ત-એકનયનો હઠ આગ્રહ, એકનય તરફ જ મનમાં બદ્ધદષ્ટિવાળા બનવું તે પરિણામ મિથ્યાત્વ, અને મિથ્યાત્વમોહનીય કર્મના પ્રદેશોને ઉદયમાં લાવી મંદરસાદિ રૂપે કરી ભોગવવાં તે પ્રદેશમિથ્યાત્વ.
તથા કાળને આશ્રયી પણ મિથ્યાત્વના ત્રણ ભેદો થાય છે. (૧) અનાદિ અનંત, (૨) અનાદિ સાન્ત, (૩) સાદિ સાન્ત. અભવ્ય જીવોને આ ગુણસ્થાનક અનાદિકાળથી છે જ અને કદાપિ તે જીવો મોક્ષે જવાના ન હોવાથી અનંતકાળ આ ગુણસ્થાનક રહેવાનું છે. માટે અનાદિ અનંત ૧, સંસારમાં જે ભવ્યજીવો છે તેઓને પણ આ ગુણસ્થાનક છે તો અનાદિકાળથી જ, પરંતુ ભવ્ય હોવાથી ભાવિમાં મોક્ષનો યોગ થવાનો સંભવ છે, એટલે જ્યારે મોક્ષે જવા માટે ઉપરના ગુણસ્થાનકોમાં ચઢે ત્યારે આ ગુણસ્થાનકનો અંત આવે માટે અનાદિસાન્ત ૨, જે જીવો. આ ગુણસ્થાનક છોડી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પુનઃ પડીને પાછા મિથ્યાત્વે આવે છે તેઓને મિથ્યાત્વનો પ્રારંભ હોવાથી સાદિ, અને આવા સમ્યક્ત્વ પામેલા જીવો પડે તો પણ વધુમાં વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org