Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કમસ્તવ
૩૧ આ બીજા કર્મગ્રંથમાં ચોદે ગુણસ્થાનકે કેટલાં કેટલાં કર્મો બંધઉદય-ઉદીરણા સત્તામાં હાય. ક્યાં કેટલાં કેટલાં ઓછાં થાય તે જવાશે. આ વિષય અથવા અભિધેય કહેવાય છે.
સંબંધ અને પ્રયોજન અધ્યાહારથી સમજી લેવાં, પ્રભુશ્રી મહાવીરસ્વામીની સ્તુતિ કરી છે માટે પ્રભુશ્રી મહાવીર સ્વામીનું જે આગમ, તેને અનુસારે જ આ ગ્રંથ કહેવાશે આ સંબંધ જાણવો. અને સ્વ-પરનો ઉપકાર કરવો એ પ્રયોજન જાણવું.
(અહીં મૂળગાથામાં “રાયા'' જે શબ્દ છે. ત્યાં સ્વાર્થમાં પ્રત્યય થયેલ છે એમ જાણવું. પરંતુ તૃતીયાવિભક્તિ છે એમ ન જાણવું) . ૧
- ચૌદ ગુણસ્થાનકો ઉપર બંધાદિ ચાર જણાવવાનાં છે માટે હવે પ્રથમ ચૌદ ગુણસ્થાનકો ગ્રંથકારશ્રી જણાવે છે.
मिच्छे सासणमीसे, अविरयदेसे पमत्त अपमत्ते। नियट्टिअनियहि, सुहुमुवसमखीणसजोगिअजोगिगुणा ।॥२॥ (मिथ्यात्वं सास्वादनमिश्रमविरतदेशं प्रमत्ताप्रमत्तम् । निवृत्त्यनिवृत्ति सूक्ष्मोपशमक्षीणसयोग्ययोगिगुणाः ॥ २॥) ।
શબ્દાર્થ - કિછે = મિથ્યાષ્ટિ ગુણસ્થાનક, સીસીસ = સાસ્વાદન અને મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક, વર = અવિરત અને દેશવિરત, પત્તપમત્તે = પ્રમત્ત અને અપ્રમત્ત, નિટ્ટ- ટ્ટિ = નિવૃત્તિ અને અનિવૃત્તિ, સુદુ મુવમ = સૂક્ષ્મસં૫રાય અને ઉપશાન્તમોહ, રવીપાસના ગો1િ = ક્ષીણમોહ, સયોગી અને અયોગી. મુOT = એમ કુલ ૧૪ ગુણસ્થાનકો છે.
ગાથાર્થ- (૧) મિથ્યાષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) મિશ્રદષ્ટિ, (૪) અવિરતસમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્તસંયત, (૭) અપ્રમત્તસંયત, (૮) નિવૃત્તિકરણ. (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સુમરંપરાય. (૧૧) ઉપશાન્તમોહ (૧૨) ક્ષીણમા () યોગિકેવલી, અને (૧૪) અયોગિકેવલી એમ કુલ ૧૪ ગુણસ્થાનકો છે. | ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org