Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
जयन्तु श्रीवीतरागाः
પૂજ્યપાદ વિવિધ ગુણગણાલંકૃત આચાર્યદેવશ શ્રીદવન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબવિરચિત કર્મસ્તવ નામા
દ્વિતીય કર્મગ્રંથ ‘કર્મવિપાક" નામનો પ્રથમ કર્મગ્રંથ પૂર્ણ કરી હવે આપણે કર્મસવ" નામનો બીજો કર્મગ્રંથ શરૂ કરીએ. પ્રથમ કર્મગ્રંથમાં મૂળ ૮ કર્મો અને તેની ૧૪૮ ૧૫૮ ઉત્તર પ્રવૃતિઓ સવિસ્તર પણ સમજાવવામાં આવી છે. બીજો કર્મગ્રંથ શરૂ કરતાં પહેલાં તે મૂળ ૮ કર્મો અને ૧૪૮ ૧૫૮ ઉત્તરપ્રકૃતિને કંઠસ્થ કરી લેવી અતિશય જરૂરી છે. કારણકે તેના જ ઉપર આ બીજા કર્મગ્રંથમાં બંધ-ઉદયઉદીરણા અને સત્તા સમજાવવામાં આવશે. બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાના અર્થો હમણાં પહેલી ગાથામાં જ સમજાવવામાં આવશે.
કોઇ પણ ગ્રંથ શરૂ કરતાં પહેલાં શાસ્ત્રકારો નિર્વિન ગ્રંથસમાપ્તિ માટે અને વિદ્યાનું માણસો આ ગ્રંથ વાંચવા-ભણવાની પ્રવૃત્તિ આદરે એટલા માટે (૧) મંગલાચરણ, (૨) વિષય. (૩) સંબંધ અને (૪) પ્રયોજન આ ચાર (અનુબંધ ચતુષ્ટય) પ્રથમ ગાથામાં જ લખે છે તે શિષ્ટ પુરુષોના આચારનું પાલન કરવા માટે આ ગ્રંથના કર્તા પૂજય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ આ પ્રથમ ગાથામાં મંગલાચરણ આદિ અનુબંધચતુષ્ટય જણાવે છે
तह थुणिमो वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माइं । बंधुदओदीरणया, सत्तापत्ताणि खवियाणि ॥ १ ॥ { થી તુ: fકનું થી અનેfmi ! बन्धोदयोदीरणा-- सत्ताप्राप्तानि क्षपितानि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org