________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩
VI
દાતાઓ ત૨ફથી પણ દાન રાશિ પ્રાપ્ત થઈ છે. આ સર્વે મુમુક્ષુઓ પ્રત્યે સંસ્થા અંતઃકરણથી આભાર વ્યક્ત કરે છે.
મુદ્રકઃ
કલશામૃત ભાગ-૩ નું સુંદર ટાઈપ સેટિંગ કરનાર શ્રી નિલેશભાઈ વારિયા તેમજ શ્રી દેવાંગભાઈ વારિયાનો સંસ્થા આભાર માને છે. આ પુસ્તકનું સુંદર પ્રિન્ટીંગ તેમજ બાઈન્ડીંગ ક૨વા બદલ શ્રી ચંદ્રકાંતભાઈ મહેતાનો સંસ્થા આભાર માને છે. મલ્ટી કલર પેઈજ સુંદર કરવા બદલ ડોટએડના સંચાલકશ્રીનો પણ આભાર માને છે.
અંતમાં કર્તાકર્મનું યથાર્થ સ્વરૂપ સમજી, આત્માના અકર્તા સ્વભાવને સ્વીકારી... સાક્ષાત અકર્તા થાઓ. વિભાવરૂપ પુણ્ય-પાપનું લક્ષ છોડી... પવિત્ર પુરાણ પુરુષ નિજ પરમાત્મ દ્રવ્ય તેનાં લક્ષે પવિત્ર આત્મિક આનંદને આસ્વાદો તેવી મંગલ ભાવના પૂર્વક અસ્તુ.
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ ૩૬૦૦૦૧ ટેલિફોન નં. ૨૨૩૧૦૭૩
પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે છે પણ દ્રવ્ય આવતું નથી... અને દ્રવ્યમાં પર્યાય આવતી નથી, અને તે જ્ઞાન પણ દ્રવ્ય છે તો થાય છે એમ નથી. પર્યાય પોતાના સ્વરૂપમાં રહીને દ્રવ્યનું જ્ઞાન કરે છે.
(૫૨માગમસા૨-૬૧૪)
***
જેના પ્રકાશમાં લોકાલોક જાણવામાં આવે છે એવું કહેવું તે પણ અસદ્ભૂત વ્યવહા૨ છે. આહાહા ! પોતાની પર્યાય પોતાથી (પોતાને ) જાણે છે. આવા અખંડ પ્રતાપથી જ્ઞાનની પર્યાય (શોભાયમાન ) છે. દ્રવ્ય, ગુણ તો અખંડ પ્રતાપથી ધ્રુવરૂપ છે પરંતુ અહીંયા જે પરિણમન થયું (તેમાં ) જ્ઞાનની પર્યાય પોતાના અખંડ પ્રતાપથી સ્વતંત્રપણે પ્રગટ છે, તે તેની સ્વતંત્રપણાની શોભા છે.
(પ્રવચન નવનીત ભાગ-૪ પેજ નં. ૯૬)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com