Book Title: Kalashamrut Part 3
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશામૃત ભાગ-૩ IV પુણ્યપાપ અધિકારનો ઉદેશ્ય માત્ર એટલો જ છે કે- પુણ્યતત્ત્વને ધર્મ ન માનવું. પુણ્યને સંવર, નિર્જરાનું કારણ ન માનવું. શુભભાવ કરતાં કરતાં મોક્ષતત્ત્વની પ્રાપ્તિ થશે તેવી મિથ્યા માન્યતાને તિલાંજલી આપવી. જે પુણ્યતત્ત્વને મોક્ષમાર્ગનું અને મોક્ષનું નિશ્ચય કારણ માને છે તેને સંવરતત્ત્વની, નિર્જરાતત્ત્વની તેમજ મોક્ષતત્ત્વ સંબંધે ભ્રાંતિ તો છે જ, પરંતુ તેને પુણ્ય તત્ત્વ સંબંધે પણ અણસમજણ છે. ટૂંકમાં કહીએ તો તેને સાતેય તત્ત્વો સંબંધી વિપરીતતા છે. શ્રી પરમાત્મા પ્રકાશમાં ૫૫ ગાથામાં યોગીન્દુદેવ કહે છે કે – जो णवि मण्णइ जीउ समु पुण्णु वि पाउ वि दोइ। सो चिरु दुक्खु सहंतु जिय मोहिं हिंडइ लोइ।।५५।। “જે જીવ પુણ્ય અને પાપ એ બન્નેને સમાન માનતો નથી તે જીવ મોહથી મોહિત થયો થકો ઘણાં કાળ સુધી દુઃખને સહતો થકો સંસારમાં ભટકે છે.” આ રીતે પુણ્ય અને પાપ અનાદિથી બંધુ તરીકે સાથે રહે છે. બંન્નેમાં કોઈ જ વિશેષાન્તર નહીં હોવા છતાં, તેમાં અંતર દેખાવું, દ્વિવિધતા ન હોવા છતાં તેમાં તતા દેખાવી, બન્નેના ફળમાં સામ્યતા હોવા છતાં તેમાં તફાવત દેખાવો, બન્નેનાં હેતુ સમાન હોવા છતાં તેમાં જુદાઈ દેખાવી. બન્નેમાં સ્વભાવથી અભેદતા હોવા છતાં તેમાં જેને ભેદ દેખાય છે તેવા જીવો શુભભાવમાં રંજાયમાન થયા વિના રહેતા નથી. શુભભાવનો મોક્ષમાર્ગમાં નિષેધ હોવા છતાં, તે બંધનું કારણ હોવા છતાં, તે આકુળતાને ઉત્પન્ન કરનારો હોવા છતાં, પુણ્યના પ્રલોભનથી જીવો કેમ પાછા વળતા નથી? “વારણ મનુવિઘા વાર્યા . આ સિધ્ધાંત અનુસાર કારણ જેવું જ કાર્ય હોય છે, આ વિધાનની સમીક્ષા કરતા પુણ્ય-પાપની એકરૂપતાનું ચિત્રણ સ્પષ્ટ થાય છે. સ્વભાવ- પુણ્ય અને પાપમાં કોઈ ભેદ નથી કેમકે તે પુત્રદલની રચના છે. તેથી જડ અને અચેતન છે. આશ્રય- પુણ્ય અને પાપ બન્ને ભાવો કર્માશ્રિત હોવાથી પરાશ્રિત છે. તેમાંથી કોઈ ભાવ સ્વાશ્રિત નથી. ફળ - પુણ્ય અને પાપ બન્ને ભાવોથી સંસાર ફળે છે. હેતુ - પુણ્ય અને પાપ બન્ને બંધનું જ કારણ છે. સ્વાદ- પુણ્ય અને પાપ બન્ને કલુષિત પરિણામ હોવાથી તેમાં માત્ર આકુળતાનું જ વેદના થાય છે. આમ બન્નેના સ્વભાવ, આશ્રય, ફળ, હેતુ, સ્વાદ વગેરેને દ્રવ્યદૃષ્ટિની કસોટી ઉપર કસતાં બન્ને એક સમાન જ પ્રતીત થાય છે. પુણ્યના પરિણામ આત્માનો સ્વભાવ તો નથી પરંતુ ખરેખર આત્માનો વિભાવ પણ નથી. આત્માનો વિભાવ અર્થાત્ વિશેષભાવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 451