Book Title: Kalashamrut Part 3 Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશામૃત ભાગ-૩ તો આત્મિકજ્ઞાન ને આનંદ છે. જિનવાણીમાં શુભભાવને મોક્ષમાર્ગ માનવાનો નિષેધ કર્યો છે પરંતુ ભૂમિકા અનુસાર શુભભાવ આવે છે તેનો નિષેધ નથી કર્યો. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પં. ટોડરમલજી સાહેબ લખે છે કે- પુણ્ય પાપના પરિણામ ગુણસ્થાન અનુસાર થાય છે. જો મંદકષાય હોય તો પુણ્યના પરિણામ તો સહજ હોય છે. - સાધક ધર્માત્માને અશુભ વંચનાર્થે દેવપૂજા, સ્વાધ્યાય, મહાવ્રતાદિનો શુભભાવ આવે છે. પરંતુ સાધક એ શુભરાગને જડ-અચેતન જાણે છે. ધર્માત્મા પાપાચરણરૂપ પ્રવૃત્તિને તો બુદ્ધિપૂર્વક છોડે છે, જયારે શુભભાવ તો નિર્વિકલ્પ દશામાં સ્વયં છૂટી જાય છે. તેથી જ્ઞાનીનો શુભોપયોગ વ્યવહાર નામ પામે છે પરંતુ અજ્ઞાનીના વ્રત, સંયમ, શીલરૂપનો શુભભાવ વ્યવહાર નામ પણ પામતા નથી. કેમ કે નિશ્ચય વિના વ્યવહાર હોતો જ નથી. અંતમાં એટલું જ કહેવું છે કે – જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહ સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” પુસ્તક પ્રકાશનની કાર્યવાહી અને આભાર: શ્રી કળશટીકા ઉપરના પૂ. ગુરુદેવશ્રી ના ૧૯૭૭ ની સાલના પ્રવચનોને કેસેટ ઉપરથી અક્ષરસઃ ઉતારવામાં જેમનો અમુલ્ય સહકાર મળ્યો છે તેવા ભાનુબેન પટેલ (રાજકોટ) તેમજ ડો. દેવેન્દ્રભાઈ દોશી (સુરેન્દ્રનગર) નો છે. અક્ષરસઃ લખાયેલા પ્રવચનોનું સંકલન કરવાનું કાર્ય બ્રા. બ્ર. શોભનાબેન જે. શાહ (રાજકોટ) દ્વારા પૂર્ણ થયેલ છે. આ સુંદર કાર્યને તેઓશ્રીએ પોતાનું “અહો ભાગ્ય સમજીને આ સંકલનને સુંદર વાક્ય રચનામાં ગુંથી અને પૂ. ગુરુદેવશ્રીની પ્રવચનધારાને અસ્મલિત પ્રવાહ આપી. સ્વાધ્યાય ભોગ્ય બનાવેલ છે. સંકલિત પ્રવચનોનું સંપાદન કાર્ય પં. શ્રી અભયકુમાર જૈનદર્શનાચાર્ય (છિંદવાડા) દ્વારા પૂર્ણ થયેલ છે. તેમણે પોતાનો અમુલ્ય સમય કાઢી અને સૂક્ષ્મ દૃષ્ટિકોણથી સંકલિત પ્રવચનોને તપાસી યોગ્ય માર્ગદર્શન આપેલ છે. - સંકલિત પ્રવચનોનું ભાષાની દૃષ્ટિએ શુદ્ધિકરણ કરવાનું કાર્ય શ્રી દેવશીભાઈ ચાવડા (રાજકોટ) તેમજ પ્રફરીડિંગનું કાર્ય શ્રી ચેતનભાઈ મહેતા (રાજકોટ) દ્વારા પૂર્ણ થયેલ છે. પુસ્તક પ્રકાશનની પ્રક્રિયામાં ઉપરોકત સર્વે મુમુક્ષુજનો તરફથી જે નિસ્પૃહ સહકાર મળ્યો છે તે સર્વે પ્રત્યે સંસ્થા ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરે છે. શ્રી કલશામૃત ભાગ-૩ ના પ્રકાશન અર્થે આવેલ દાનરાશિ કલશામૃત ભાગ-૩ ના પ્રકાશન અર્થે શ્રી શારદાબેન નવરંગભાઈ મોદી પરિવાર તરફથી સ્વ. ડો. નવરંગભાઈ મોદીના સ્મરણાર્થે રૂા. ૫૧, OOO પ્રાપ્ત થયેલ છે. અન્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 451