________________
પ્રારબ્ધ અને પુરુષાર્થ” નામે દશમું પ્રકરણ ખૂબ જ મનનીય છે. આજે ઘણા લોકે આની ચર્ચા કરતા હોય છે અને એકના જ હઠાગ્રહમાં પડી જાય છે. તેવાઓએ આ પ્રકરણ વાંચવાથી ઉભયની આવશ્યક્તાને ખ્યાલ તેમને સહજ સમજાઈ જાય છે.
“બાહ્ય અને અત્યંતર પુસ્વાર્થ.” આ અગિયારમું પ્રકરણ બતાવે છે કે બાહ્ય જે પુરૂષાર્થ થાય છે એ તે એક અધીરતાનાં ફિફાં મારવાનું છે. અત્યંતર પુરૂષાર્થ જ ફળદાયી બને છે, એવુ નિર્ણિત થાય છે.
આધ્યાત્મિક વિકાસક્રમ” નામે બારમુ પ્રકરણ, આત્માને ચઢવાની સોપાનશ્રેણીની સમજ પાડે છે. આ ગુણસ્થાનેને આરોહ કરતાં આત્મા કેવી શુદ્ધ પરિણતિ પામે છે? વિગેરે સ્પષ્ટ સમજાવાયુ છે.
“ભાવ પંચક” નામે તેરમું પ્રકરણ તો આત્માનું અજબ સ્વરૂપ અને શુદ્ધદર્શન કરાવતું જાય છે.
આ સર્વ પ્રકરણે ખૂબ જ ઉચ્ચતાથી લખાયેલાં છે. જે વાંચતાં વાચક મહાશયે એની મહત્તા સહજ સમજી શકશે.
આવા લેખકે સાચે જ જૈન સિદ્ધાંતના શુભાશયી પ્રચારકે જ છે. જો કે આજે લેખકને રાફડે ફાટ છે. પણ એ લેખકોમાં ઘણા ખરા તે માત્ર બાહ્યાડંબર શાબ્દિક શણગાર અને માત્ર મનોરંજનને જ પીરસી સસ્તી કીર્તિ કમાવા જ મળી રહ્યા છે. પરંતુ આવા મર્મસ્પર્શ, ઊંડા સિદ્ધાતાવગાહી લેખકે સાચે જ વિરલ છે, ઓછા જ છે. હું તો મારી અત.કરણની શુદ્ધ કામના જાહેર કરૂ છું કે આવા લેખકને સાગ સ્થાને રોકીને સુકમાતિસૂક્ષ્મ જૈનસાહિત્યને વિપુલ પ્રમાણમાં પ્રચારવું જોઈએ અને ઘરે ઘરે ઉગતા યુવકને રસ લેતા કરવા જોઈએ જેવી ઉલટી શ્રદ્ધા કે ઉલટું જ્ઞાન લેવાથી બચી જાય.