Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રત્તકંબલસિલા. આ શિલાઓ ઉપર તાજા જન્મેલા તીર્થંકરની અભિષેકવિધિ દેવો કરે છે. આ વનમાં કેટલાંક સિદ્ધચૈત્યો છે.૪
૧. જમ્મૂ.૧૦૬, જીવા.૧૪૧,સ્થા.૩૦૨,|૩. જમ્મૂ.૧૧૭. સમ. ૯૮, સમઅ.પૃ.૯૯.
૧૬
૨. જમ્મૂ.૧૦૭.
પંડરંગ (પાણ્ડુરાઙ્ગ) આ અને પંડુરંગ એક છે. ૧. આચા.૨.૧૭૬, નિશીયૂ.૨.પૃ.૧૧૯.
૪. ભગ. ૬૮૩-૬૮૪.
૧
પંડરકુંડગ (પાણ્ડકુણ્ડક)ગોવાળો યા ભરવાડોની કોમ.
૧. આવચૂ.૧.પૃ.૫૪૬.
૧
પંડરગ (પાણ્ડેરાગ) જુઓ પંડુરંગ.
૧. આચા.૨.૧૭૬.
પંડરભિક્ષુઅ (પાણ્ડુરભિક્ષુક) ગોસાલના શિષ્યોનું અર્થાત્ આજીવગોનું બીજું નામ. જુઓ પંડુરંગ.
૧. નિશીયૂ.૩.પૃ.૪૧૪.
પંડરા (પાણ્ડરાર્યા) પોતાનાં વસ્ત્રો, પાત્રો આદિ ઉપકરણો ચોખ્ખાં અને સ્વચ્છ રાખવામાં ખૂબ કાળજી લેનારી શ્રમણી. તે મન્ત્રવિદ્યામાં નિપુણ હતી. લોકોમાં . પ્રસિદ્ધિ મેળવવા માટે પોતે મન્ત્રવિદ્યાનો ઉપયોગ કરે છે એ હકીકત છૂપાવવા તે છળકપટ કરતી હોવાના કારણે મોક્ષ પ્રાપ્ત કરી શકી ન હતી પણ મૃત્યુ પછી હસ્તિદેવ એરાવણ(૧)ની મુખ્ય પત્ની તરીકે પુનર્જન્મ પામી હતી.
૧. નિશીચૂ.૩.પૃ.૧૫૧-૫૨, કલ્પચૂ.પૃ.૧૦૦-૧૦૧, દશાચૂ.પૃ.૬૨, ભક્ત. ૧૫૩, આવચૂ.૧.પૃ.૫૨૨, ગચ્છાવા.પૃ.૩૧.
પંડવ (પાંડવ) પંડુ રાજાના જુહિટ્ટિલ્લ, ભીમસેણ(૧), અજ્જુણ(૨), ણઉલ અને સહદેવ એ પાંચ પુત્રો માટે પ્રયોજાતું સમૂહવાચક નામ. તેમની માતા કુંતી હતાં. રાજા દુવયની પુત્રી દોવઈ તેમની એક સમાન પત્ની હતી. પંડુસેણ તેમનો પુત્ર હતો. અવરકંકાના રાજા પઉમણાભ દ્વારા અપહૃત દોવઈને છોડાવવા વાસુદેવ(૨) કણ્ડ(૧) સાથે તેઓ અવરકંકા ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં પાંડવોએ ગમ્મત ખાતર ગંગા નદી પાર કરવા માટેની નાવ સંતાડી દીધી,પરિણામે કર્ણાને આખી નદી તરવી પડી. આ પજવણીથી ત્રાસ પામેલા કણ્ડે તેમને દેશનિકાલ કર્યા. કર્ણાના સૂચન ઉપરથી તેમના માતાપિતાએ આપેલી સલાહ મુજબ તેમણે પોતાના વસવાટ માટે પંડુમહુરા નગર વસાવ્યું. પછી તેમણે સંસારનો ત્યાગ કરી આચાર્ય સુટ્ટિય(૪) પાસે દીક્ષા લીધી. તેઓ ચૌદ પુત્વ ભણ્યા અને તિત્શયર અરિટ્ટણેમિના નિર્વાણ પછી સેત્તુંજ પર્વત ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org