________________ નિજ પદ નિજ માં લખ્યું ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગૂચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જીવને અપૂર્વદશાની પ્રાપ્તિ કરાવે છે. પૂર્વે જે નથી પામે, જે નથી જાણ્યું, નથી માણ્યું, નથી અનુભવ્યું એવું કંઈક પામે છે, જાણે છે, માણે છે, અનુભવે છે. આત્મસિદ્ધિ-શાસ્ત્રમાં છ પદેનાં અદ્દભૂત સમાધાન આપ્યાં. સુપાત્રશિષ્યને આ છ યે પદોની પ્રતીતિ આત્મા વિષે થઈ. જે પ્રતીતિ આત્માના અપૂર્વ અનુભવની નિમિત્ત બની ગઈ. અર્થાત્ છ પદને યથાર્થ જાણ્યા પછી તેને ચિંતનમાં ઉતાર્યા. જેમાંથી એક અલૌકિક વિચાર-દશા જાગી. ગુરુદેવે કહ્યું હતું. “કર વિચાર તે પામ” શિષ્ય ગુરુદેવનાં અણમોલ વચનેને ઝીલી લીધાં, વિચાર-દશા પ્રગટ કરી અને પામી ગયે. અહીં પ્રશ્ન ઉદ્ભવે ! જ્ઞાની પુરુષોએ સમ્યક્ત્વની પ્રાપ્તિના હેતુથી આ છ પદની દેશના આપી અને તેના ફળ સ્વરૂપ સુપાત્ર જીવ સમ્યકત્વને સ્પર્શ કરે છે. એમ કહીએ તે તત્વાર્થસૂત્રમાં કહેલ સૂત્રનું શું? સમ્યક્ત્વ કેને કહેવાય તેના જવાબમાં ઉમાસ્વાતિજી એ કહ્યું છે ? તસ્વાદાનં સભ્યનમ્ સમ્યગદર્શન કે છ પદની શ્રદ્ધા તે સમ્યગદર્શન? જરા વિવેકથી ઉદારતા પૂર્વક વિચારતાં છે પદમાં નવ તત્વને સમાવેશ થઈ જાય છે. ભાગ–૩–૧