Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૮. ૬ ગૃહસ્થો સાથે નાતો ન કેળવે સફળ સાધુ એ જ કહેવાય જે સાધનામાં લીન રહે છે. નિર્લેપ રહેવા માટે એ આવશ્યક છે કે સાધુ સાધ્વીઓ ગૃહસ્થોનો સંગ-પરિચય ન કરે. કોઈની સાથે પણ ગાઢ સંબંધ ન કેળવે.
૮. ૭ ભવિષ્યદૃષ્ટા આચાર્ય ભિક્ષુવામીએ ગણની સુવ્યવસ્થા માટે મર્યાદા કરી. એમણે દીર્ધદષ્ટિથી જોયું કે ભવિષ્યમાં વર્તમાન મર્યાદાઓમાં પરિવર્તન અથવા સંશોધન આવશ્યક થઈ જાય તો એમ કરવાની આચાર્યને સત્તા આપીને નવી મર્યાદા કરવા માટે પણ વિધાન કર્યું. પહેલાની મર્યાદાઓમાં પરિવર્તન યા સંશોધન અથવા નવી મર્યાદાઓનું નિર્માણ થાય તો સર્વ સાધુ સાધ્વીએ એનો સહર્ષ સ્વીકાર કરે.
૯ મર્યાદા મહોત્સવના કાર્યક્રમો મર્યાદા મહોત્સવ તેરાપંથ સંઘનું નૂતન વર્ષ છે. આ દિવસે વિભિન્ન સ્થાનોએ ચાતુર્માસ કરેલ સંતજનો ગુરુ આદેશ મુજબ જ્યાં આચાર્ય ભગવંત બિરાજતા હોય ત્યાં એકત્ર થાય છે. વિગતે આખા વર્ષની પ્રવૃત્તિઓનું કાર્યવિવરણ - reporting ગુરુદેવ પાસે થાય છે. જેઓ એનું દક્ષતાપૂર્ણ નિરીક્ષણ કરી એમાં આચાર, વ્યવહાર, અનુશાસન અને વ્યવસ્થામાં કોઈ ત્રુટિ કે દોષ જણાય તો એના યોગ્ય ઉપચાર પ્રાયશ્ચિત્ત કરાવે છે. વિશેષ સંપ્રાત્તિઓ (achievements) માટે યોગ્ય ઉપહાર આપવામાં આવે છે. એક જ ગુરુની દૃષ્ટિની આરાધના કરવાવાળા આ સાધકો પ્રાયશ્ચિત્ત અને ઉપહાર બંનેને સહર્ષ વધાવી લે છે. પછી આગામી વર્ષ માટેનો કાર્યક્રમ જાહેર થાય છે. તેરાપંથ સંઘની અવિરત ચાલી આવેલી નિયમાવલિ મુજબ માત્ર આચાર્ય ભગવંત જ ચાતુર્માસ પ્રવાસ-વિહાર, દિશા આદિ નિર્દેશ કરે છે ને પ્રત્યેક સંતજન એનો હૃદયપૂર્વક સ્વીકાર કરે છે. આમ આ દિવસે અતીતની સમીક્ષા, વર્તમાનનું સ્નેહમિલન અને ભવિષ્યની પ્રવૃત્તિઓનો મંગલ ત્રિવેણી સંગમ યોજાય છે. આ મેળો લગભગ એકાદ મહિનો ચાલે છે,
શાનધારા
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org