Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
છે. અદ્ભુતાનંદને નામે ‘લીલા-ચરિત્ર’નામની કૃતિનો ઉલ્લેખ મળે છે, જે ઉપર્યુક્ત કૃતિ જ હોવાની સંભાવના છે.
કૃતિ : શ્રીહરિની અદ્ભુત વાતો (+ સં.), સં. શાસ્ત્રી હરિજીવનદાસ, ઈ. ૧૯૭૩.
સંદર્ભ :સદ્ધિદ્યા, જાન્યુ. ૧૯૫૪ – ‘સત્સંગના રનો', રમણલાલ તમ [હ.ત્રિ.]
અનંતકી ઈ. ૧૬૦૭માં હયાત] : દિગંબર-મૂલસંઘના જૈન સાધુ. ‘ભવિષ્યદત્ત-ચોપાઈ’(ર. ઈ. ૧૬૦૭સં. ૧૬૬૩, કારતક સુદ ૧૪)ના કર્તા.
સંદર્ભ : જૈવિઓ : ૩(૧).
[ા.ત્રિ.]
1: જૈન. ૧૧ દર્દીના 'શાંતિનાથનુ નાં કર્યાં.
[..]
અનંતસાગર તવનો, સ. ૧૮મી સદી સંદર્ભ : તેજજ્ઞાસુચિ : 1.
અનંતસુત : જુઓ બાર માસ.
અનંતદ્વંસ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ – ઈ. ૧૬મી સદી પૂર્વ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનમાણિકયઅધિના શિખ. ઈ. ૧૪૭૭માં વાચક પદ, એમની ઈડર સંબંધી ૪૬ કડીની ‘ઇલાપ્રાકારઐત્યપરિપાટી' (૨. ઈ. ૧૫૧૪ લગભગ ‘બારવ્રત સઝાય’ અને ૩૪ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી' એ કૃતિઓ મળે છે. તેમણે સંસ્કૃતમાં ‘દશદૃષ્ટાંત-ચરિત્ર’ (ર. ઈ. ૧૫૧૫) અને અપભ્રંશમાં ‘અષ્ટાહનિકા-ચરિત્ર' રચેલાં છે.
કૃતિ : "જૈન કૉન્ફરન્સ રોડ, જાન્યુ ૧૧૯,
૩. હે‰જ્ઞાસૂચિ : ૧.
[શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જેસા ઇતિહાસ; [] ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૧, ૨); અનુવાન, ૧૭મી સદી ઉત્તરાર્ધ - ઈ. ૧૮મી સદી પૂર્વાધ] : જ્ઞાનમાર્ગી કવિ. એમની કૃતિઓમાં મળતી વીગતો મુજબ જુનાગઢના નાગર. પૂર્વાશ્રામનું નામ ભવાનીદાસ. એ પછી નાથ-ભવાન નામ ધારણ કર્યું. સંન્યસ્ત પછી અનુભવાનંદ. અન્ય ચરિત્રાત્મક વિવેચના ત્મક સંદર્ભો અમને વડનગરા નાગર ગૃહસ્થ અને સુંદરજી ઘોડા(ઘોડાદ્રા -- ઘોડાદરના વતની)ના પુત્ર પણ ગણાવે છે.
આ કવિની કૃતિઓ ઈ. ૧૭૬૪થી ૪. ૧૭૩૩ સુધીનાં રચનાવર્ષી દેખાડે છે. એ મુજબ એમનો ક્વનકાળ ૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. પણ રચનાવર્ષાના નિર્દેશવાળી એમની મોટા ભાગની હે‰જ્ઞા-કૃતિઓ સંન્યસ્ત પછીની હોવાથી એમનો જીવનકાળ ૧૭મી સદીના [કી.જે.] ઉત્તરાર્ધમાં ખેંચી જઈ શકાય.
અતહંસશિષ્ય : આ નામે ૧૧ કડીની ‘પ્રતિલેખના કુલક’ (લે. ઈ. ૧૫૪૬), ‘એકાદશગણધર-સ્તવન’ (લે. ઈ. ૧૬૮૪) અને
૨૪ કડીની ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિઓ
નોંધાયેલી મળે છે. આ બધી કૃતિઓના કર્તા ઈ. ૧૯૬૪માં થયેલા તપગચ્છના જૈન સાધુ અનંતહંસના શિષ્ય હોય તો તેમનો સમય ઈ. ૧૬મી સદીનો ગણી શકાય.
સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૩(૧); ૨. મુખુગૃહસૂચી; ૩. સૂર્ચિ : ૧.
‘અનુભવબિંદુ’: આ નામે જાણીતી થયેલી ૪૦ છપ્પાની અખાની રચના હસ્તપ્રતોમાં 'છપ્પા' તરીકે જ ઓળખાવાયેલી છે, પણ મહા અનુભવ – પરબ્રહ્મના અનુભવના લગભગ એક જ તાર પર ચાલતી હોવાથી આ પ્રચલિત નામ પામી જણાય છે. ૪ ચરણ રોળાનાં (માત્ર પહેલા છપ્પામાં દુહાનાં) અને ૨ ચરણ ઉલ્લાલાનાં – એ જાતની છપ્પાની રૂઢ આકૃતિને આ છપ્પાઓ અનુસરે છે અને રોળાનાં ૪ ચરણમાં સામાન્ય રીતે આંતરપ્રાસને યોજે છે. "નિર્ગુણ ગુણપતિ” પરબ્રહ્મની સ્તુતિમાં ગણપતિનો નામનિર્દેશ કરી લેતું
કૃતિનું મંગલાચરણ અખ-ગીતાની જેમ અનોખું છે. કૃતિનો મુખ્ય વિષય છે પરબ્રહ્મસ્વરૂપવર્ણન. પંચમહાભૂતો, ૩ ગુણો, પુણ્યપાપ વગેરે સર્વ ભેદોથી પર પરબ્રહ્મને અખાજી ‘મહાશૂન્ય’ કહી આકાશ સાથે તેમ સૃષ્ટિથી અલગ અને નિરાલંબ રહેતા આકાશમાંના ચંદ્ર સાથે સરખાવે છે. પરબ્રહ્મના અનુભવને પારસના જેવો અક્ષમ્ય અને અનળખંખીના જેવો અનન્ય દર્શાવે છે તેમ જ એ અનુભવદશાની રમણીયતા દર્શાવવા શરદઋતુનું કાવ્યમય વર્ણન મોજ છે. પરા અને જીવની ભુિાનોનું મિથ્યાત્વ દર્શાવવા એ એક નવીન દૃષ્ટાંત આપે છે : સાગરનું પાણી પૃથ્વી પર વરસીને નદી નામ ધારણ કરે છે અને અંતે સાગરમાં ભળે છે તેમ જીવ એ મધ્યશા છે, આદિમાં ને અંતે પરબ્રહ્મ જ છે. પરબ્રહ્મ માયાના કારણે જગતતત્ત્વ રૂપે ભાસે છે પણ તત્ત્વત: તે એક છે ને સમાવવા કામમંદિર, નારીકુંજર અને પ્રશ્ન પર્યંત વિશિષ્ટ દૃષ્ટાંતચિત્રો યોજાયાં છે. પદર્શનસાન, દાનવીરપણું, કીતિ, ત્રિકાલવૈતાપણું વગેરે સિદ્ધિઓ દ્વારા માયા માણસોને મર્કટ બનાવે છે એમ કહી અખા-ભગત એ બધાની તેમ જ ગાનતાન, વર્ણાશ્રામધર્મ, યોગ, દેવપૂજા, કાયાકલેશ આદિની સાધનાને છાશ પીને પેટ ભરવા જેવી તુચ્છ અને બકરીના દુઝાણા, બોરના વેપાર, ધાણીના આહાર તથા ઝાકળની વૃષ્ટિ જેવી નિરર્થક ગણાવે છે. અધ્યાત્મજ્ઞાન એટલે કે લિંગભંગ એ પરબ્રહ્મપ્રાપ્તિનું આવશ્યક સાધન છે અને એ માટે સદ્ગુરુનું શરણ લેવાનું તેમ જ પોતે પોતાના ગુરુ થવાનું સૂચવે છે. થોડી કૂટ લાગતી આ કૃતિ અનુભવના સંક્ષિપ્ત સને ઉગાર, વિષયની ઊર્જિતતાને પ્રગટ કરતાં પ્રૌઢિયુક્ત દૃષ્ટાંતચિત્રો તેમ જ કેટલીક અસરકારક વાક્છટાઓને લીધે “ચિંતનરસનું ઘૂંટેલું એક મૌક્તિકબિંદુ " (ઉમાશંકર જોશી) બની રહે છે. [જ.કો.]
Jain Education International
પૂર્વાવસ્થામાં કવિ નાથ ભવાન શક્તિભક્ત પણ હતા. તે વખતે એમણે, “અંબાઆનનકમળ સોહામણું. . .” એ શબ્દોથી શરૂ થતો, ખૂબ જાણીતો થયેલો, અંબાનું ચિત્રાત્મક વર્ણન આપતો ને શાક્તતંત્ર અનુસાર વિશ્વવ્યાપી ચિમયી શક્તિ તરીકે અંબાનું મહિમાગાન કરતો ૪૧ કડીનો ગરબો (મુ.) તથા અન્ય ગરબા, ગરબી અને પદો રચ્યાં છે. આ પૂર્વકાલીન કૃતિઓમાં પણ અધ્યાત્મભાવ ને વૈરાગ્ય બોધનું નિરૂપણ તો કવિએ કરેલું જ છે. એમનાં અધ્યાત્મનાં કેટલાંક પદો નધા જ્ઞાનવૈરાગ્યબોધક ૮૭ કડીની કૃતિ બ્રહ્મવિલાસ’(૨. ઈ. ૧૭૧૪સં. ૧૭૭૦, ફાગણ વદ ૭, ગુરુવાર; મુ. ) ‘નાથ-ભવાન’
ગુજરાતી સાહિત્યકોશ : ૭
For Personal & Private Use Only
www.jainelibrary.org