________________
સંસ્કૃતમાં ગ્રંથ રચના કરતા હતા તે કાળે પણ વાર્તાઓ અને નાટકે જેવા લૌકિક સાહિત્યને તો પ્રાકૃતનો જ આશ્રય લેવો પડતો હોવો જોઈએ. પ્રાકૃત કથાઓ અને પ્રાકૃત નાટક કાળના પ્રવાહમાંથી બચીને આપણા વખત સુધી જીવતાં રહેવા પામ્યા નથી, પણ તેના તૂટક તૂટક કકડા મળી આવે છે અને કાલિદાસ જેવા મહાકવિનાં નાટકમાં પણ પ્રાકૃતને સ્થાન મળ્યું છે, એ જોતાં લૌકિક સાહિત્ય પ્રાકૃતમાં રચાતું હતું એમ અનુમાન કરવાને સબળ કારણ મળે છે.
બૌદ્ધ અને જૈન ધર્મના પ્રવર્તકો પ્રાકૃત ભાષાના કાળે થયા અને તેમણે પોતાના સિદ્ધાંત લોકભાષામાં પ્રસિદ્ધ કરવાનો આગ્રહ રાખ્યો, એથી એમના ગ્રંથો પ્રાકૃત ભાષામાં સંગ્રહાયા. આર્યપ્રજા એ કાળે આખા ભરતખંડમાં પ્રસરી હતી, તે પણ તેમની વિશેષ વસ્તી ઉત્તરભારતમાં હતી. સ્થાનભેદથી એમની ભાષામાં જુદા જુદા ભેદ પડયા હતા અને તે દરેક ભેદ જુદી ભાષા તરીકે ઓળખાતો હતો. મથુરાની આસપાસની ભાષા શૂરશેની કહેવાતી, મગધદેશમાં બેલાતી તે માગધી કહેવાતી, આસામ અને નેપાળ તરફની ભાષા પૈશાચી ભાષા કહેવાતી, એમ જુદા જુદા સ્થળની ભાષા જુદું જુદું રુપ અને જુદું જુદું નામ પામી હતી, છતાં તે બધી ભાષાઓ મૂળરૂપે એક હતી. ગુજરાતીભાષામાં સુરતીબોલી અને કાઠિયાવાડીબેલી વચ્ચે જેમ છેડાએક શબ્દ અને છેડાએક રૂપને ભેદ હોવા છતાં તે જુદી જુદી ભાષાઓ નહિ પણ એકજ ભાષાના પેટાના પ્રાન્તિક પેટાભેદ છે, તેમ એ કાળની જાદા જુદા પ્રાન્તની ભાષા થોડાએક શબ્દો અને થોડાએક રૂપમાં
માધવા નળની કથા એ પાકત સંસ્કૃત વાતાનાં થોડાંએક પાનાં મને મળ્યાં છે, તેમજ કાશીના કેાઈ પંડિત કૃત કષ્ણ ચરિત્ર” નાટકના ટુકડા મેં જોયા હતા (ધ કરીને તે મારી પાસે છે) તે બધા પ્રાકૃતમાં હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com