________________
૫૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થો. ભિન્ન આત્મા નથી, આવા બીજા ઘણા દષ્ટાન્ત છે, જેમકે મુંજ જેનાં દોરડાં બને તે ઘાસમાંથી સળી કાઢીને બતાવે કે જે આ ઘાસ અને આ તણખલાની સળી, આવી રીતે માંસમાંથી હાડકાં હથેળીમાંથી આંબળું, દહીંમાંથી માખણ તલમાંથી તેલ તથા ખેાળ, શેરડીમાંથી રસ તથા કુચા અરણીના લાકડામાંથી અગ્નિ જુદા કરીને બતાવે છે, તેમ આ શરીરમાંથી કોઈ જીવ જુદો કાઢીને બતાવતા નથી. કે આત્મા આ, અને શરીર આ, તેને હેતુ વિગેરેથી સિદ્ધ કરે છે સુખદુ:ખ ભોગવનાર પરલોકમાં જનારો આત્મા નથી, તલ તલ જેવડા શરીરના કડકા કર્યા છતાં પણ શરીરથી જીવ જુદો દેખાતો નથી,
જેમ ઘડાથી તે ઘડો જુદો નથી, (દીવા વાંસે પ્રકાશ છે, તેમ) વ્યકિતરેકમાં કોશમાંથી તલવાર તે બંને જુદાં દેખાય છે, આ પ્રમાણે પ્રથમ વાદી બીજાઓનું ખંડન કરીને કહે છે કે “અમે સિદ્ધ કર્યું કે શરીરથી આત્મા જુદે માનનારા પોતાના મત કદાગ્રહથી તેઓ આવું માની બેઠા છે કે.
“જીવ શરીરથી જુદો છે, પરલોકમાં જનારે છે, અમર્ત છે, વળી તેની ભવ વૃત્તિ (જન્માંતર)નું દેખીતું આ શરીર છે.” આ જુદે જીવ માનનારનું કહેવું અસત્ય છે, કારણ કે તે જુદો દેખાતું નથી, માટે તેમનું કહેવું મિથ્યા છે, આવા વિચારને કાયતિક(નાસ્તિક ચાર્વાક) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com