________________
૫૮] -
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે..
અમે શ્રમણ થઈએ છીએ પ્ર-કેવા?
સર્વથા ત્યાગયાં છે ઘર પુત્ર સ્ત્રી પશુ જેણે તેથી તદન નિષ્કિચન (સંપૂર્ણ ત્યાગી, ગાય ભેંસ વિગેરેથી રહિત તથા પરના આપેલા રાંધેલા ભેજનથી નિર્વાહ કરનારા રાંધવા રંધાવાથી મુક્ત ફકત ભિક્ષાથી જ નિર્વાહ કરનારા ભિક્ષુઓ. બન્યા છે, આ બાબતમાં વધારે શું કહીએ,
કારણ કે તેમણે જે કંઈ પાપ રૂપ સાવદ્ય અનુષ્ઠાન છે, તે હું નહિ કરૂં એવી પૂર્વે પ્રતિજ્ઞા લઈ ઘરથી ત્યાગી બનીને પછવાડે તેઓ વામમાગ બનેલા પોતે પાપ કર્મથી છૂટતા નથી, હવે જીવ હિંસાદિ પાપોની વિરતિ (ત્યાગ) ન કરવાથી તેઓ કેવા પાપ કાર્યો કરે છે, તે બતાવે છે, પ્રથમ સાવદ્ય આરંભ (સંસારી કૃત્ય) ત્યાગીને ગળીયેલ વસ્ત્ર વિગેરે ત્યાગીને વેષ પહેરીને પાછા પિતાની મેળેજ પાપનાં કૃત્ય કરે છે. બીજાઓ પાસે પા૫ આરંભે કરાવે છે, અને તેવા પાપારંભ કરનારાને ટેકો આપે છે; અથવા પ્રશંસે છે,
વળી ઘરની સ્ત્રી ત્યાગીને ફરીથી બીજી સ્ત્રીઓના હેપી બનેલા અથવા સ્ત્રીઓના પાશમાં પડેલા વહાલા લાગે તે કામે (આંખ તથા કાનના વિષય) અને ભગવાય તે ભેગે (નાક જીભ અને શરીર સ્પર્શના વિષય) ને સેવતાં
સુખ ઉપજવું માનીને ઇંદ્રિયથી હારેલા કામ ભેગમાં ડુબેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com