________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૭૭ -------------------- ~ ~ ~~ ~~~~~~~~~~~ આત્મા–જેને આધીન ત્રણ લેકના પોલાણમાં રહેલા સઘળા પદાર્થો છે, અને તેના જે ધર્મો (કાર્યો–ચેષ્ટાઓ) પ્રકટ થાય છે, તે તેનાથી જુદા કરવા કોઈ સમર્થ નથી, વળી જેમ શરીરમાં વિકાર (રેગ) થતાં ગુમડું તેનાથી મળેલું થાય છે, અને તે ગુમડું કૂટીને ચામડી સારી થતાં પણ શરીર તો. કાયમ જ રહે છે, એજ પ્રમાણે બધા ધર્મો પુરૂષથી થએલા છે, માટે પુરુષાદિક કહેવાય છે, પુરૂષના કારણથી પુરૂષ કારણિક અથવા પુરૂષને વિકારથી થનાર છે, તે પુરૂષથી જુદા બનવાને યોગ્ય નથી, અને તે પુરૂષને વિકાર નાશ થવાથી આત્માને આશ્રયી રહે છે પણ તે આત્માથી જુદા બહાર દેખાતા નથી, વળી તેનાં દષ્ટાંત શાસ્ત્રમાં અવિરૂદ્ધ (સાચા). ઘણું છે, અથવા આ સમજાવવા માટે ઘણું દષ્ટાન્ત છે,
આત્મા એ જ છે, અને તે ઈશ્વરરૂપે છે, તેનું કરેલું જગતું હોવાથી તેનાં દષ્ટાન્ત ઘણું છે, તેમાંનું ગુમડા માફક બીજું અરતિ–મનમાં જે ઉદ્વેગ થાય છે તેનું દષ્ટાન્ત આપે છે, તે શરીર (મન)થી થાય છે, તે ગુમડા માફક જાણવું તે પ્રમાણે પુરૂષાદિક ધર્મમાં સમજવું, (જેમ અરતિ થઈ અને નાશ પામી, છતાં શરીર તે કાયમ રહ્યું ) વળી. વાલિમક (રાફડે કે માટીને ઢગલો) પૃથ્વીના વિકારરૂપે થાય છે તે પૃથ્વી સાથે રહે છે, પૃથ્વીમાં લાગુ છે, અને પૃથ્વી સાથે મળીને જ રહે છે, એજ પ્રમાણે ચેતના અચેતનારૂપ જે કંઈ પદાર્થ કે તેના વિકારે જોવામાં આવે છે, તે બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com