________________
. સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. વામાં જીવોને પૂર્વકૃત્ય જ ઈશ્વરરૂપે છે તેજ કહ્યું છે કે,
यदिह क्रियते कर्म तत्परत्रोपभुज्यते मूलसिक्तेषु क्षेषु. फलं शाखाम् जायते ॥१॥
અહીં કર્યા જે કર્મો પરભવે ભેગવાય.
મૂળે સિચ્ચાં ઝાડ તે શાખામાં ફળ થાય यदुपात्तमन्यजन्मनि शुभमशुभं वा स्वकर्म परिणत्या तच्छक्यमन्यथा नो कर्तु देवामुरैरपि हि ॥२॥
પૂર્વ જન્મે જે ક્યાં, શુભાશુભ ફળ અહીં
તે બદલવા સુર અસુર, થાય સમર્થ નહીં. આવું નજરે દેખવા અનુભવવા છતાં નિયતિવાદ માનનારા અનાર્યો યુક્તિ રહિત નિયતિને પકડી બેઠેલા પાપ પુણ્યનાં ફળ ન માનીને પાપ કરી વિષય સુખની તૃષ્ણમાં દુ:ખી થયેલા છે. આ ચોથા પુષ નિયતિવાદની કથા થઈ, હવે તે ચારેની વાત ટુંકાણમાં સમજાવે છે, (૧) તે જીવ તેજ શરીર માનનારો (૨) પંચ મહાભૂતની સૃષ્ટિ માનનારો (૩) ઈશ્વર બધું કરે છે, તેવું માનનારે (૪) નિયતિવાદને માનનાર. તે ચારેમાં જુદી જુદી બુદ્ધિ છે, જુદા જુદા અભિપ્રાય છે, જુદાં જુદાં અનુષ્ઠાન છે, જુદી જુદી દષ્ટિ (મંતવ્ય) છે, જુદી જુદી રૂચિ-ચિત્તને અભિપ્રાય છે, જુદા
જુદા પ્રકારે અધ્યવસાય (વિચાર) કરી જુદાં જુદાં ટોળાં - બંધાઈને માટે ઉદ્યમ કરનારા છે, ઘરને પરિવાર માતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com