________________
-સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[ ૬૭
મંતવ્ય રજસભામાં જઈને કહે છે કે અમારા મતમાં આત્મા આકિય છે પણ ચેષ્ટારૂપ જે કંઈ થાય છે તે સત્વરજ અને તમેરૂપ ભૂતથી બનેલ સર્વ અર્થ ક્રિયાઓ આ જગતની ચેષ્ટાઓને કરે છે પણ છઠ્ઠ પુરૂષ પોતે ફક્ત ભેગવે છે. કહયું છે કે બુદ્ધિથી વિચારેલા અર્થને પુરૂષ ચેતાવે છે (સુખ દુઃખની લાગણીઓ અનુભવાય છે) બુદ્ધિ પ્રતિજ છે કારણ કે પ્રકૃતિમાંથી વિકાર થતાં બુદ્ધિ થાય છે. તે પ્રકૃતિ ભૂતોને આશ્રયી હોવાથી સત્વરજ અને તેમના ચય અને અપચયથી ક્રિયા અને અકિયા (હાલવું અને બંધ પડવું) થાય છે. તેથી પાંચ ભૂતેથી ક્રિયા વિગેરે થાય છે. આથી તે વાદી રાજા વિગેરેને સમજાવે છે કે આ જગતમાં બધી ક્રિયાઓ અને અકિયાએ પાંચ ભૂતાને આધીન હોવાથી છઠ્ઠો આત્મા અકિય છે અથવા તેને અભાવ છે.
સારું કરેલું સુકૃત એ સત્ત્વગુણના વધારાથી થાય છે અને દુકૃત (પાપ)રજ અને તમ વિશેષ પ્રમાણમાં હોય તે થાય છે. એજ પ્રમાણે કલ્યાણ (પુણ્ય) તથા પાપ અથવા સાધુ અસાધુ વિગેરે સઘળાં સારાં માઠાં કર્તવ્યો સત્વરજ અને તમ ગુશોના વધારાને લીધે આ જગતમાં થાય છે તે જ્યાં જેવું ઘટે તેવું જવું.
તેજ પ્રમાણે ઈચ્છિત અર્થને મેળવવું તથા મોક્ષમાં જવું ન જવું નિર્વાણ મેળવવું અથવા સંસાર ભ્રમણ તેમજ
નરક જે પાપીઓને દુઃખ ભેગવવાનું સ્થાન છે અને અનરક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com