________________
૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
~
~~~~~~
~~~~~~~~~~~~~~
~
~
~~~~
~~
~~
~
~
~
~~~
~
~
તિર્યંચ મનુષ્ય અને દેવને છે તે બધું સત્ત્વાદિ ગુણને આધીન છે. તે પાંચ ભૂતરૂપ પ્રકૃતિ કરે છે. લોકાયતિકના અભિપ્રાય પ્રમાણે સુખ દુઃખના રહેઠાણે સ્વર્ગનરક છે એ છેવટ સુધી તૃણમાત્ર પણ જે કાર્ય છે તે બધું પાંચભૂતો પ્રધાન બનીને કરે છે તે બતાવે છે.
सत्त्वं लघु प्रकाशक मिष्टमुपष्टंभकं बलं च रजः । गुरु चरणकमेव तमः प्रदीपवच्चार्थतो वृत्तिः ।।
લઘુ પ્રકાશક સત્ત્વ છે અને ઈચ્છિત આસરો અને બળ તે રજથી થાય છે અને ગુરૂચરણ (અઘોર કૃત્યો) તમથી થાય છે. જેમ અર્થથી વૃત્તિ થાય છે દીવાથી બધું દેખાય છે તેમ આ ત્રણ પ્રકૃત્તિથી આત્માની સર્વ કિયાઓ થાય છે. આ પ્રમાણે સાંખ્યના અભિપ્રાયથી આત્માની તણખલાને પણ વાકું કરવાની અશક્તિ છે, અને કાયતિકના મત પ્રમાણે આત્માનેજ અભાવ છે પણ ફક્ત પાંચ ભૂતેજ જગતનું બધું કૃત્ય કરે છે. એવું તેમનું કથન છે કે સમુદાયરૂપે ભેગાં થયેલાં ભૂતે જુદા જુદા વિભાવનું કાર્ય કરે છે. વળી તેઓ બતાવે છે કે તે ભૂતના સમવાય (ગુણ) નીચે મુજબ છે, પૃથ્વી કઠણ (નર)રૂપે મહાભૂત છે, આપ (પાણી) પ્રવાહી લક્ષણવાળું મહાભૂત છે, તેજ અગ્નિ ગરમ ઉદ્યોત રૂપ છે, વાયુ-કંપાવનાર હરણ કરનાર છે તથા અવગાહ (રહેઠાણ) આપનાર સર્વ દ્રવ્ય (વસ્તુને આધાર આકાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com