________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૬૧
~~
~
~~~~
~
~
~~
~
~~~~~~
માને છે કે આત્માની એક તણખલાને પણ વાંકું કરવાની શકિત નથી, અને તે વાદી પાંચભૂત રૂપે પ્રકૃતિનું સર્વત્ર કરવાપણું માનનારે છે, અથવા લોકાયત મતવાળો નાસ્તિક જે પાંચ ભૂતથી બીજું કશું જુદું માનતો નથી, તેથી આ પાંચભૂત વાદીને પહેલા પુરૂષ પછી બીજા તરીકે અહીં લીધો છે, જેમ પ્રથમના સૂત્રમાં પૂર્વ દિશા વિગેરેના આવનારા બતાવ્યા, તેમ અહિં બધું સારી રીતે કહેલું જાણવું, એટલે રાજ સભામાં જઈને પોતાને મત બતાવી પોતાને અનુયાયી કરવા પ્રયત્ન કરે છે, ત્યાં સુધી જાણવું. (છતાં સામાન્ય બુદ્ધિવાળા માટે સૂત્રને બાકીને અર્થ કહીએ છીએ. મનુષ્યલકમાં કેટલાક આર્ય કેટલાક અનાર્ય કેટલાક સુરૂપ કેટલાક કુરૂપ છે, તેમાં કોઈ સૌથી શ્રેષ્ઠ પુણ્ય વાળે રાજા હોય છે. તેની સભામાં મંત્રો સેનાપતિ વિગેરે સભાસદો હોય છે, તેમને પિતાના મતમાં ખેંચવા માટે શ્રમણ કે બ્રાહ્મણ પંચભૂતને માનનારે પોતે બીજાને પોતાના મતમાં લેવા પ્રયત્ન કરે છે. તે મુખ્ય રાજાને ઉદ્દેશીને મધુર વચને કહે કે આપ ભયથી રક્ષણ કરનારા, તેમ અમારો ધર્મ રક્ષણ કરનારો છે, તે સાંભળે હવે તે કહે છે. इह खलु महब्भूता,जेहिंनो विजइ किरियाति वा अकिरियाति वा सुकडेति वा दुक्कडेति वा कल्लाणेति वा पावएति वा साहुति
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com