________________
૧૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે..
~
~~~~~~~~~~~~~~~~~~~~
તે જીવ જુદે નહિ માનનારા નાસ્તિક પોતે દેખાતા શરીરમાં અમૂર્ત આત્માનું જ્ઞાન પોતાના આત્મા (હૃદય)માં અનુભવે છે, તેથી જ જેનાચાર્ય કહે છે કે ગુણવાન ભવ્ય જીવોએ તે ચેતનારૂપ આત્માને અમૂર્ત પણે જાણો, એથી આત્મા અમૂર્ત, શરીરથી જુદો, જ્ઞાનવાળા, જ્ઞાનના આધાર ભૂત છે, જે તે નાસ્તિકના મત પ્રમાણે શરીરથી આમાં જુદા ન માનીએ તો તેનું વિચારેલું કેઈપણ જીવનું મરણ ન થાય, અને આપણે બધાએ પ્રત્યક્ષ જોઈએ છીએ કે શરીરમાં રહેલા કેટલાએ મરતા છે અને કેટલાક મરેલા. છે, તેથી બીજે પણ મરતાં જોયા છે, તેથી સમજુને વિચાર થાય છે કે હું કયાંથી આવ્યો તથા આ શરીર છેડીને કયાં જઈશ, તથા આ મારૂં શરીર પ્રથમનાં જુનાં કર્મને. લીધે છે, વિગેરે સુખદુઃખની લાગણીઓ શરીરથી આત્મામાં જુદી અનુભવાય છે, આ પ્રમાણે આત્મામાં પ્રત્યક્ષ અનુભવ થાય છે છતાં કેટલાક નાસ્તિક ઉપર બતાવેલા જુદા જીવ ન માનનારા ધૃષ્ટતા ધારણ કરનારા ઉલટું પૂછે છે કે જે શરીરથી જુદે આવ્યા હોય તે તે કેવા આકાર વર્ણ ગંધ રસ ફરસના ગુણવાળો છે, તે કહો? આને ઉત્તર જેનાચાર્ય ઉપર પ્રમાણે સમજાવી ભવ્ય જીને કહે છે કે તે વરાક (રાંકડા બુદ્ધિહીણ) પિતાના મંતવ્યના આગ્રહથી અજ્ઞાન અંધકારથી સત્ય આત્માને જાણતા નથી, કે આ ધર્મ (લક્ષણે) સંસ્થાન વિગેરે મૂત શરીરનાં છે, પણ અમૂર્તાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com