________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
-
-
-
-
----
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
--
-
-
-
-
-
-
-
- *
નથી, આ કાયા જેટલો કાળ જીવે, અર્થાત નિરોગી વિગેરે ગુણ યુક્ત છે, ત્યાં સુધી તે જીવ જીવતે છે, કારણ કે તે કાયા વિના જુદે જીવ ટકતા નથી, તેજ કાયા જ્યારે વિકારવાળી થઈ મરે છે, ત્યારે તે જીવ પણ જીવ અને શરીર એક હેવાથી જીવતો નથી (મરી જાય છે, જ્યાં સુધી આ શરીર પાંચ ભૂતનું બનેલું અથંગ (ચેતનમય) ચાલે છે, ત્યાં સુધી જીવ છે, તે નાશ થતાં એટલે એક પણ તત્વ તેમાંથી ઓછું થતાં કે બગડી જતાં શરીરરૂપ આત્માને પણ વિનાશ થાય છે, તેથી જ્યાં સુધી વાત પિત્તલેષ્મના આધાર ભૂત પૂર્વ સ્વભાવથી યુક્ત હોય ત્યાં સુધી જ આ જીવનું જીવિત છે, તે નાશ થતાં તે આત્મા જીવરૂપ છે, તે પણ નાશ થતાં તે બાકી રહેલા સંપૂર્ણ શરીરને બાળવા મસાણ વિગેરેમાં લઈ જાય છે, અને તે શરીર અગ્નિથી બાળતાં કપાત (સહેજ કાળા) વણનાં હાડકાં ફક્ત રડે છે, પણ તેનાથી જુદે કઈ પણ વિકાર (સ્વરૂપ) દેખાતું નથી, કે જેથી આમાના વિદ્યમાનપણની શંકા થાય, વળી ઓછામાં ઓછા ચાર ઉપાડનારા સગા તથા પાંચમે અગ્નિ ઉપાડનારો ઠાઠડીની આગળ ચાલે તે પાંચે જણા બાળી આવીને પિતાને ગામ કે ઘેર પાછા આવે છે, પણ જે જીવ શરીરથી. ભિન્ન હેત, તે તે સમયે પેલા બાળનારા પાંચ કે વધારે હોય તેમને નીકળતે જીવ જરૂર દેખાત પણ તે કોઈએ દેખ્યો નથી, માટે એવું સિદ્ધ થયું કે તે શરીર તેજ જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com