________________
તર પામી જાય એવાં સાદાં ને સરળ હતાં તે કાવ્ય લેકામાં ચાલતાં રહ્યાં અને જે કાવ્ય કઠણ શબ્દને લીધે દુધ અને રૂપાંતર થઈ શકે તેવાં નહિ હતાં તે પેઢી દર પેઢી ખળાતાં ખળાતાં લુપ્તપ્રાય થતાં ગયાં. નરસિંહ મહેતાનાં કાવ્ય સરળ હોવાથી તે સહજમાં રૂપાંતર પામી ગયાં, તેની સિક્તા અને નરસિંહ મહેતાની ભક્ત તરીકેની ખ્યાતિએ એ કાવ્યોને વગ વધાર્યો અને સત્તરમાં શતકમાં ગુજરાતમાં ફેલાયેલા વલ્લભી સંપ્રદાયે શૃંગારભકિતનાં કાવ્યો માટે લેકમત બહુ અનુકૂળ કરી આપ્યો એથી ભાલણ ભીમ જેવા રસિક કવિઓનાં કાવ્ય કરતાં પણ નરસિંહ મહેતાનાં પદો લેકમાં વધારે પ્રચલિત રહ્યાં.
સોલમા શતકની ભાષાને સત્તરમા કે અઢારમા શતકની ભાષામાં ફેરવાઈ જવાનું જેટલું અનુકૂળ હતું, તેટલું પંદરમાં કે ચૌદમા શતકની ભાષાને અનુકુળ નહતું. એ શતકોમાં તેની ઉપરનાં શતકોની રજપૂતરાજ્યકાળની સંસ્કૃતિની છાયા જળવાઈ રહી હતી. એકલાં ઇકાર ઉકારવાળાં રૂપજ નહિ પણ અપભ્રંશ ભાષાના ભાવ પ્રરિત શબ્દો પણ એ કાલે પ્રચલિત હતા. લખવા વાંચવાના વલણ માત્રથી વગર પ્રયાસે નવી ગુજરાતીનું રૂપ લઈ લે એવી એ ભાષા નહતી. અંધકાર યુગનાં નવાં શતક ઉતરતાં ગયાં તેમ તેમ એ ભાષા વધારે વધારે દુષ્ય લાગતી ને તજાતી ગઈ. વીસમા શતકના વાંચનારાઓને ચૌદમા શતકનાં કાવ્યો મળતાં નથી તેનું કારણ આ છે.
સમયને વિચાર કરીએ તે નરસિંહ મહેતાના કાળ અને હાલના કાળ વચ્ચે લગભગ ૪૫૦ વર્ષનું અંતર છે. આટલા લાંબા વખત
સુધી એક પ્રજાની ભાષા, અને તે પણ જે પ્રજા ઘણા અનિષ્ઠ સ્થિત્યંતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com