________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થો.
२८] एते पुरिसा मन्ने,अहमंसि भिक्खू लूहे तीरट्री खेयन्ने जाव मग्गस्स गतिपरक्कमण्णू , अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामित्तिकट्ठ इति वुच्चा से भिक्खू णो अभिक्कमे तं पुक्खरिणं तीसे पुक्खरिणीए ठिच्चा सदं कुज्जा उप्पयाहि खलु भो पउमवरपोंडरीया! उप्पयाहि, अह से उप्पतिते पउमवरपोंडरीए॥सू.६॥
પૂર્વે કહેલા ચાર પુરૂષે જે તલાવડીમાં ફસેલા છે. તેનાથી આ પુરૂષ જુદો છે. તેના આવાં વિશેષ (ગુણ) છે. ભિક્ષા માગવાથી ભિક્ષુ. એટલે રાંધવા રંધાવવાના પાપ આરંભથી રહિત નિર્દોષ આહારને ખાનારે. તથા રૂક્ષ-રાગદ્વેષ રહિત છે, કારણ કે રાગ અને દ્વેષ બંને ચીકણા છે સ્નેહ (ચીકણાશ)થી ઝીણું રજ લાગે છે પણ ચીકણાશ ન હોય તે ન લાગે તે પ્રમાણે દ્વેષથી પણ કર્મ જ લાગે છે પણ રાગદ્વેષ બંને ન હોયત કર્મ રજ, લાગતી નથી તેથી રાગદ્વેષ રહિત રૂક્ષ(લુખા પરિણામવાળો કહેવાય છે. વળી
.
.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com