________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૩૯ ગેત્રના નથી તેમ બધા નીચ ગોત્રના નથી તે માટે વા અવ્યય મુકેલ છે.) કેટલાક કાય તે પ્રઢ શરીરવાળા બીજા ઉપર દાબ પડે તેવા કેટલાક ઠીંગણું તથા કુબડા બેડોળ શરીરવાળા જે દેખીને બીજાને તિરસ્કાર થાય, કેટલાકના શરીરને વર્ણ સુંદર સેના જેવો હોય. કેટલાકને રંગ ખરાબ કાળા કેયેલા છે તથા લુખો હાય, કેટલાક સુરૂપ એટલે જોઈએ તેવા અંગના ભાગેવાળા દેખનારનું મન રાજી થાય, કેટલાકનું કુરૂપ તે દેખનારને ગ્લાનિ થાય તેવું બીભત્સ શરીર હોય, આવા ભેદમાંથી પૂર્વના પુણ્યથી સુંદર રૂપ આકાર નેત્રવાળે કઈક રાજા થાય, તે રાજા પણ આ તેજસ્વી હોય, મહાહિમવંત મલયગિરિ મેરૂ પર્વત-તથા મહાઈંદ્રના જેવું બળ તથા વૈભવ હોય તે રાજા થાય છે, વળી તે પુણ્યવાન હોવાથી અત્યંત વિશુદ્ધ રાજકુલવંશમાં જન્મેલા હમેશાં રાજને યોગ્ય લક્ષણવડે શેભિત અંગઉપાંગવાળા ઘણું માણસમાં માન મેળવેલા પૂજાયલા સર્વ ગુણોની સમૃદ્ધિ યુક્ત ક્ષત્રિય લેકને આનંદ આપનારા માથા ઉપર ગાદીએ બેસતી વખતે નાના રાજાઓથી અભિપેક કરાયેલા માતાપિતાથી સારી રીતે જન્મેલા રક્ષણ કરાએલા દયાપ્રિય બીજાને મર્યાદામાં રાખનારા તેમ પોતે મર્યાદા ધારનારા ક્ષેમના કરનારા ક્ષેમ ધારનારા મનુષ્યમાં ઇંદ્ર જેવા શોભિત દેશના મનુષ્યના પિતા જેવા દેશના નગરનું હિત કરનારા સેતુસમાન (દુ:ખથી બચાવનારા) કેતુ (શુભShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com