________________
લધુવાહી વાસ્તવ્ય પંડિત માહાબસુત નાનું પઠનાર્થ.” લખેલા તિ રત્નમાલા’ની ટીકાના મોટા પુસ્તકમાં ઘણે ઠેકાણે ઉપર માત્રા છે અને સંવત ૧૬૧૧ના મહા વદિ ને સામે લખાયેલું ગણેશ ચતુર્થી વ્રતોદ્યાન” એમાં કઈ કઈ ઠેકાણે પડીમાત્રા અને કઈ કઈ ઠેકાણે ઉપર માત્રા છે. સંવત્ ૧૬૨૦માં તિલકવાડાના વટપદ્ર (સાઠોદરા) જ્ઞાતિય ભટ જનાર્દન સુત હરજિનું લખેલું “રિવોરિસંવા નામ માળે, એમાં બધી માત્રા ઉપર. કરેલી છે. એ પહેલાંના કોઈ પુસ્તક કે પાનામાં બધી માત્રા, ઉપર હેય એવું મારા જોવામાં આવ્યું નથી. સંવત ૧૬૦૦ પછીના પૂર્વાર્ધનાં પુસ્તકોમાં ઘણે ઠેકાણે પડીમાત્રા કરેલી જણાય છેતેમાં પંદરમા સાળમાં શતકમાં લખાએલાં પુસ્તકમાં કોઈ કોઈ ઠેકાણે એક માત્રા બાજુ પર કરવાને બદલે ઉપર કર્યો હોય એવા દાખલા પણ મળે છે. એથી એમ અનુમાન થાય છે કે પંદરમા સલમા શતકમાં એક માત્રા બાજુપર કરવાને બદલે માથા પર કરવાનો ચાલ ચાલવા માંડ્યો અને સંવત ૧૬૦૦ પછી તે સર્વત્ર ચાલતો થયો. ગુજરાતમાં કાગળની આયાત પહેલ વહેલી કુમારપાળના વખતમાં થઈ, તે પહેલાં તાડપત્ર ઉપર લખવામાં આવતું હતું. કાગળો આવતાં લખવાનાં સાધનની મુશ્કેલી ઓછી થઈ ગઈ એટલે ઉપર માત્રા કરતાં ઉપર. નીચેની લિટિ વચ્ચે અંતર રાખવાને સંકોચ ઓછો થઈ ગયો. ઉપરની લિટિમાં લખાયેલું હસ્વ વરણુ, દીર્ઘ વરડ, જોડાયેલું ઋ અને બીજા જોડાક્ષરોને લીધે ચાલતી લિટિની નીચે કેટલાક ભાગ રોકાણમાં આવી જાય. એ એક રેકાણુ ઉપરાંત બધી માત્રા ઉપર કરવાની હોય તો નીચેની લિટિનું રોકાણું પણ નડે, અને બેવડા . રેકાણને માટે ઘણી જગા છોડવી પડે. માત્રા બાજુપર કરવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com